મોરબી જલારામ ધામ ખાતે મહાપ્રસાદ યોજી સદ્ગતને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો વાધડિયા પરિવાર મોરબીમાં બે અજાણ્યા મૃતદેહ મળતા ચકચાર: ઓળખ અને વાલીવારસની શોધમાં પોલીસ વડતાલ ખાતે યોજાયેલ રાજ્ય કારોબારીમાં મોરબી જિલ્લાના શિક્ષકોના પ્રશ્નોનો ઉકેલવા  રાજ્ય કારોબારીમાં કરાઇ રજુઆત મોરબીમાં ગેરેજમાં મજૂરી કરતાં બે શખ્સનાં બેન્ક એકાઉન્ટમાં 94 દિવસમાં થયું 3.49 કરોડનું ટ્રાન્જેક્શન !: તપાસનો ધમધમાટ મોરબીના પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા શરદપૂર્ણિમા નિમિતે રાસોત્સવ યોજાયો: દીકરીઓએ રજૂ કરેલ તલવાર રાસ આકર્ષણનું કેન્દ્ર મોરબીના વાવડી પાસે આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં વ્યાસ શરદોત્સવની યોજાયો ટંકારામા જાહેરમાં જુગાર રમતા 5 શખ્સ પકડાયા લોકતંત્ર બચાવો અરજકતા હટાવો રેલીના અનુસંધાને મોરબી કમલમ ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં ભાજપની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં સતવારા સહકાર મંડળ દ્વારા યોજાયેલ અનોખ સમૂહલગ્નને રાજ્યના પંચાયત મંત્રીએ બિરદાવ્યા


SHARE







મોરબીમાં સતવારા સહકાર મંડળ દ્વારા યોજાયેલ અનોખ સમૂહલગ્નને રાજ્યના પંચાયત મંત્રીએ બિરદાવ્યા

હાલમાં કોરોનાના લીધે સમૂહલગ્નનું આયોજન થઈ શકે તેમ નથી ત્યારે મોરબીમાં સતવારા સહકાર મંડળ દ્વારા સમૂહલગ્નનું અનોખુ આયોજન કરવામાં આવ્યું હતું અને દરેક દીકરીના ઘરે ઘરે સમૂહલગ્નનું આયોજન કરાયુ હતું અને આ સમૂહલગ્નમાં આજે એકી સાથે એક જ સમયે ૩૧ દીકરીઓના લગ્ન કરવામાં આવ્યા હતા અને દરેક દીકરીઓને સમાજના દાતાઓ તરફથી સોનાથી લઈને સોય સુધીની ૧૧૫ આઇટમો કરિયાવરમાં આપવામાં આવેલ હતી ત્યારે આ તકે હાજર રહેતા રહેલા રાજ્યના પંચાયત મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ આ આયોજનને બિરદાવ્યુ હતું.

કોરોના મહામારીના કારણે આ વર્ષે પણ સમૂહલગ્ન કોઈ જગ્યાએ થઈ શકે તેમ નથી જેથી કરીને મધ્યમ વર્ગના પરિવારોને તેમના દીકરા દીકરીના લગ્નની ચિંતા ન રહે તે માટે ગાય વર્ષની જેમ આ વર્ષે પણ રસ્તો કાઢીને મોરબીમાં સતવારા સહકાર મંડળ સમૂહલગ્ન સમિતિ દ્વારા સૌના ઘરે સમૂહલગ્નનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં સતવારા સમાજના ૩૧ જેટલા યુગલો પ્રભુતામાં પગલાં માંડયા હતા મોરબીમા શ્રી સતવારા સહકાર મંડળ દ્વારા દર વર્ષે સમુહલગ્નનું આયોજન કરવામાં આવે છે. આવી જ રીતે આ વર્ષે પણ કોરોનાની ગાઇડ લાઇનને ધ્યાનમાં રાખીને વધુ લોકો એક જ જગ્યાએ એકત્રીત ન થાય તે માટે હેતુથી સમુહ લગ્ન સમીતી તેમજ હોદેદારોએ ગત વર્ષની જેમ આ વર્ષે પણ સૌને ઘેર સમુહ લગ્નનું આયોજન કર્યું હતું અને ૩૧ દીકરીઓના ઘરે લગ્ન યોજાયા હતા અને નવદંપતીએ પ્રભુતામાં પગલા માંડયા હતા

આ સમૂહલગ્નમાં દીકરીઓના પરિવારને દાતાઓના સહકારથી ૧૧૫ જેટલી વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવી હતી અને આનોખા સમૂહલગ્નમાં રાજ્યના પંચાયત મંત્રી અને મોરબી માળીયા વિધાનસભાના ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા પણ હાજર રહ્યા હતા અને આ યોજકોએ કોરોના કાળમાં પણ દીકરીને સમાજનો સહકાર મળે અને સમૂહલગ્ન યોજાઇ તે માટે જે રસ્તો કાઢ્યો છે તે કામગીરીને બિરદાવી હતી આ સમૂહલગ્ન માટે મુખ્યદાતા દર્શનભાઇ દિલીપભાઇ પરમાર અને નિરવભાઇ દિલિપભાઇ પરમાર હતા અને આ સમુહલગ્નને સફળ બનાવવા માટે સમુહ લગ્ન સમિતીના પ્રમુખ મેરૂભાઇ કંઝારીયા, ઉપપ્રમુખ ધરમશીભાઇ હડિયલ, મંત્રી લાલજીભાઇ જાદવ, કન્વીનર ભાવેશભાઇ કંઝારીયા અને વિજયભાઇ પરમાર, સહ કન્વીનર પ્રભુદાસ ડાભી, દિનેશભાઇ પરમાર, દેવશીભાઇ ડાભી અને કરીયાવર સમિતી કન્વીનર વિજયભાઇ પરમાર સહિતનાએ જહેમત ઉઠાવી હતી.




Latest News