મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

હળવદના મયૂરનગરમાં પરિણીતાના આપઘાતના બનાવમાં જમાઈ-વેવાઈ સામે ગુનો નોંધાયો


SHARE









હળવદના મયૂરનગરમાં પરિણીતાના આપઘાતના બનાવમાં જમાઈ-વેવાઈ સામે ગુનો નોંધાયો

હળવદ તાલુકાના મયૂરનગર ગામે પરિણીતાએ પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કર્યો હતો જે બનાવમાં મૃતક પરિણીતાના પિતાએ હાલમાં તેના જમાઈ અને વેવાઈ સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના મયૂરનગર ગામે ગત તા. ૭/૨ રોજ સરોજબેન નિકુલભાઇ નામની પરિણીતાએ પોતાના ઘરે પંખા સાથે ચૂંદડી બાંધીને ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો અને ત્યારબાદ જે તે સમયે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આપઘાતના બનાવની નોંધ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી જોકે હાલમાં મૃતક પરિણીતાના પિતા માવજીભાઈ મૂળજીભાઈ જાદવ જાતે દલવાડી (ઉંમર ૫૮) રહે નવા વેગડવાવ વાળાએ તેના જમાઈ નિકુલભાઇ હીરજીભાઈ, તેમની દિકરીના સાસુ વસંતાબેન હીરજીભાઈ અને સસરા હીરજીભાઈ અમરશીભાઈની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેની દીકરીને મારવા માટે મજબૂર કરી હોવાની ફરિયાદ નોંધાવી છે જેમાં ફરિયાદીએ જણાવ્યું છે કે તેની દીકરી સાથે તેના પતિ અને સાસરિયા દ્વારા અવારનવાર ઝઘડા કરીને ગાળો આપવામાં આવતી હતી અને મેણાંટોણાં મારીને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો જેથી કરીને તેની દીકરીએ ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી હાલમાં પોલીસે મૃતક પરિણીતાના પિતાની ફરિયાદ લઈને તેના જમાઈ અને વેવાઈની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News