માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીના સિરામિક યુનિટમાં મોટરમાં પગ આવી જતાં અમદાવાદ ખસેડાયેલા બાળકનું મોત


SHARE

















મોરબીના સિરામિક યુનિટમાં મોટરમાં પગ આવી જતાં અમદાવાદ ખસેડાયેલા બાળકનું મોત

મોરબી-વાંકાનેર હાઇવે ઉપરના લખધીરપુર ગામે આવેલ સિરામિક યુનિટમાં થોડા દિવસો પહેલાં અકસ્માત બનાવ બન્યો હતો જેમાં ચાલુ મોટરમાં ચાર વર્ષીય બાળકનો પગ આવી ગયો હતો જેથી તેને મોરબીની હોસ્પિટલ ખાતે અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ ખાતે ખસેડાયો હતો જે બાળકનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોરબી-વાંકાનેર હાઇવે ઉપર ઘુંટુ ગામની સીમમાં લખધીરપુર રોડ ઉપર આવેલ સિરામિક યુનિટમાં મુળ મધ્યપ્રદેશના અલીરાજપુર જીલ્લાના જોબટ તાલુકાના નેસડા ગામના વતની અને હાલ મોરબીના લખધીરપુર રોડ ઉપર સિરામિક યુનિટમાં રહીને મજૂરીકામ કરતાં સમરથસિંહ નિંગવાલ બીલાના ના ચાર વર્ષીય પુત્ર સંજયનો પગ કારખાનામાં ઇલેક્ટ્રિક મોટરમાં આવી ગયો હતો.ચાલુ મોટરમાં પગ આવી જવાથી પગના ભાગે ગંભીરપણે ઘવાયેલ ચાર વર્ષીય સંજય સમરથસિંગ નીંગવાલ નામના બાળકને મોરબી સિવિલ ખાતે સારવારમાં લાવવામાં આવ્યો હતો.બનાવ ગત તા.૨ ફેબ્રુઆરીના મોડી રાત્રીના બે વાગ્યાના અરસામાં બન્યો હતો.બાદમાં સંજયને અહીં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો.જ્યાં ગત તા.૫ ફેબ્રુઆરીના રોજ બપોરના સાડા બારેક વાગ્યાના અરસામાં સારવાર દરમિયાન સંજય નામના બાળકનું મોત નિપજ્યુ હતું.જેથી તપાસ અંગેના કાગળો અમદાવાદ ખાતેથી આવતા હાલમાં મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી છે.જેની તપાસ એએસઆઈ ઇશ્વરભાઇ કલોતરા ચલાવી રહ્યા છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના નવલખી રોડ ઉપર આવેલા ખાખરાળા ગામના વતની ઓમદેવસિંહ સાવજુભા ગોહિલ નામનો ૨૬ વર્ષીય યુવાન નવલખી રોડ ઉપરથી બાઇકમાં જતો હતો ત્યારે નવલખી રોડ રોકડીયા હનુમાન મંદિર નજીકની ગોળાઈ પાસે તેના બાઇકનો કાર સાથે અકસ્માત થયો હતો જે બનાવમાં ઓમદેવસિંહ ગોહિલને ઇજાઓ થવાથી તેને અહીંની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયાએ નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.જ્યારે મોરબીના વીસીપરામાં વિજયનગર વિસ્તારમાં રહેતા આશીબેન જુમાભાઈ સુમરા નામના ૪૫ વર્ષીય મહિલા પોતાના ઘર પાસે શેરીમાં કચરો વાળતા હતા તે દરમિયાન કોઇ બાઇક ચાલકે તેમને હડફેટે લેતા ઇજાગ્રસ્ત આશીબેન સુમરાને પણ સારવાર માટે સિવિલમાં ખસેડાયા હતા.

યુવાન-આધેડ સારવારમાં

મોરબી નજીક નાની વાવડી ગામે રોડ ઉપર બાઈક સ્લીપ થઈ જતાં દિલીપ હમીરભાઇ મહેરીયા (ઉમર ૨૭) રહે.સોહરાબજી કમ્પાઉન્ડ જુના વળોદ જી.અમદાવાદને ઇજાઓ થતા તેને સારવાર માટે અત્રેની આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના મણાબા ગામે રહેતા અશોકસિંહ દિલુભા જાડેજા નામના પચાસ વર્ષથી આધેડ બાઈક લઈને વાડીએથી પરત ઘરે જતા હતા ત્યારે રસ્તામાં તેઓનું બાઈક પણ સ્લીપ થઈ જતા ઇજાગ્રસ્ત અશોકસિંહને સારવાર માટે મોરબી લવાયા હતા.




Latest News