મોરબીમાં સેવાકીય પ્રવૃતિ સાથે અભિજીતસિંહ જાડેજા જન્મદિવસ ઉજવ્યો
કોરોનામાં ભુલાઈ ગયેલા ગરીબ ભાજપને હવે યાદ આવ્યા !: રમેશભાઈ રબારી
SHARE
કોરોનામાં ભુલાઈ ગયેલા ગરીબ ભાજપને હવે યાદ આવ્યા !: રમેશભાઈ રબારી
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સમિતિના માજી ઉપપ્રમુખ રમેશભાઇ બી. રબારીએ સીએમ ઉપર સીધું જ નિશાન ટંકાયું છે અને કોરોના સમયે ભુલાઈ ગયેલા ગરીબો હવે ગુજરાત સરકારને યાદ આવ્યા છે અને ગરીબ મેળા ચાલુ કર્યા છે તેવી ટકોર કરી છે
આગામી ૨૫ તારીખથી રાજયમાં ગરીબ મેળા યોજાશે ત્યારે સરકારને ગરીબો યાદ આવ્યા ? કોરોના કાળમાં અનેક ગરીબ પરિવારો પાયમાલ થઈ ગયા અને હજારો લોકો મોતને ભેટયા છે ત્યારે ગરીબોને પુરી સારવાર નથી આપી, ઓકિસજનની ભારે અછત અને પાયમાલી થયેલ છે. કોરોનાના કારણે મૃત્યુ પામેલ પરિવારને ડીજાસ્ટર નિયમાનુસાર ચાર લખાની સહાયની જગ્યાએ માત્ર ૫૦,૦૦૦ ચુકવેલ છે અને તે પણ અંશતઃ કોરોનામાં અનેક પરિવાર બેરોજગાર બન્યા છે જેઓ પાસે આજે પણ ધંધો રોજગાર નથી હોસ્પિટલમાં દવા અને સારવારનાં અભાવે અનેક લોકો મરણને શરણ થયા છે ત્યારે સરકારી તંત્ર અને જવાબદાર રાજકિય આગેવાનો કર્યાં હતા ? સરકારી અધિકારીઓ કયાં હતા ? જેઓ કોઈને ઉપયોગી થતા નથી અને ગરીબ લોકોને હડધૂત કરાતા હતા
હવે આજે ચૂંટણીટાણે ગરીબ મેળાઓ કરી ગરીબ લોકોને અને સમાજને મૂર્ખ બનાવવા પેતરા ચાલુ કરેલ છે જે કોરોના પિડિત દર્દી દવાખાના સિવાય ઘેર સારવાર લીધી હોય જેઓ ગમે ત્યાં જતા આવતા સારવાર શોધતા મૃત્યુ પામ્યા હોય તેઓને સહાય મળેલ નથી અને ચોકકસ નોંધ નથી. આવા લાભાર્થી પરિવારોને મૃત્યુ દીઠ ચાર લાખની સહાય આપવી જોઈએ નાના ધંધાર્થીઓને રોકડ સહાય અને સબસીડી આપવી જોઈએ તો જ ગરીબ મેળા સાર્થક ગણાય બાકી તો આ ચૂંટણીલક્ષી મેળાઓ નિરર્થક બની રહેશે તેવું કહીને રમેશભાઈએ આવા નાટકીય તાયફાઓનાં બદલે વાસ્તવીક તપાસ કરીને કોરોનાનાં ભોગ બનનાર પરિવારોને પુરતી સહાય આપવાની માંગ કરેલ છે