મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાકાંનેર પાસે રામ મહાયજ્ઞ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્યએ હાજરી આપી


SHARE











વાકાંનેર પાસે રામ મહાયજ્ઞ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્યએ હાજરી આપી

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્યએ શ્રી રામધામ મંદિર ટ્રસ્ટ દ્વારા વાકાંનેરના જાલીડા ગામ ખાતે આયોજિત રામ મહાયજ્ઞ કાર્યક્રમમાં શનિવારે હાજરી આપી હતી અને આ પ્રસંગે સમસ્ત રઘુવંશી સમાજ દ્વારા અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્યનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. વાકાંનેર નજીક ચોટીલા બાઉન્ડ્રી પાસે અમદાવાદ હાઇવે પાસે જાલીડા ગામ ખાતે શ્રી રામધામ મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજિત શ્રી રામ મહાજ્ઞ કાર્યક્રમમાં ડૉ. નીમાબેન આચાર્ય એ જણાવ્યું હતું કે, ચોટીલાની બાજુમાં ચામુંડા માતાજીના સાનીધ્યમાં ભવ્ય, દિવ્ય અને અદ્દભૂત રામ દરબાર મંદિર બનવા જઇ રહ્યું છે ત્યારે સમસ્ત લોહાણા સમાજ દ્વારા સાથે મળીને દિવ્ય આયોજન કર્યું છે જે અભિનંદનને પાત્ર છે. સમસ્ત આયોજનમાં રઘુવંશી સમાજ એકત્રીત થયો છે અને ત્રિદિવસીય શ્રી રામ યજ્ઞ ચાલી રહ્યો છે. રઘુવંશી સમાજનું શ્રી રામધામ મંદિર બનાવવાનું સ્વપ્ન છે. અને સમગ્ર દેશના લોકો આ મંદિરના દર્શન કરવા આવે એવું ભવ્ય મંદિર બનાવવાનો સંકલ્પ લીધો છે. આ સંકલ્પની પૂર્તી થાય તે માટે રઘુવંશી સમાજને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્યએ હોમ-હવનમાં ભાગ લઇને સમસ્ત રઘુવંશી સમાજ તન-મન-ધનથી યોગદાન આપે તેવું આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર એન.કે. મુછાર, વાકાંનેર પ્રાંત અધિકારી શેરશીયા તેમજ રઘુવંશી સમાજના અગ્રણી જીતુભાઇ સોમાણી સહિત સમગ્ર રઘુવંશી સમાજના આગેવાનો અને રઘુવંશી સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.






Latest News