વાકાંનેર પાસે રામ મહાયજ્ઞ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્યએ હાજરી આપી
ગુજરાત એસટીમાં 2200 ડ્રાઈવર-કંડકટરની ભરતી, 2200 નવી બસો દોડશે: પૂર્ણેશ મોદી
SHARE
ગુજરાત એસટીમાં 2200 ડ્રાઈવર-કંડકટરની ભરતી, 2200 નવી બસો દોડશે: પૂર્ણેશ મોદી
રાજ્યના માર્ગ મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદી તેમજ કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરા ની હાજરીમાં મોરબી જીલ્લાના ટંકારા સહિત ગુજરાતના ચાર એસટી ડેપો નું લોકર્પણ કરવામાં આવ્યું હતુ ત્યારે ગુજરાત એસટીની અંદર આગામી સમયમાં 2200 જેટલા ડ્રાઈવર કંડકટરની ભરતી કરવામાં આવશે અને એક વર્ષની અંદર લગભગ 2200 જેટલી બસો ગુજરાત એસટી ને મળશે તેવી જાહેરાત તેમના દ્વારા કરવામાં આવેલ છે
ગુજરાતના છેવાડાના માનવીને પણ એસટીની સારામાં સારી સુવિધા મળે તેના માટે થઈને રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને ગામે ગામ નવા એસટી ડેપો અને નવી બસો આપવામાં આવી રહી છે ત્યારે આજે ગુજરાત રાજ્યના માર્ગ મકાન વિભાગના મંત્રી અને વાહન વ્યવહાર મંત્રી પુર્ણેશ મોદીની હાજરીમાં મોરબી જિલ્લાના ટંકારા ખાતે બનાવવામાં આવેલ નવા બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેની સાથોસાથ ગોંડલ, સરા સહિત ચાર બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ
ત્યારે તેઓએ જણાવ્યું હતું કે ગુજરાતની અંદર આદિવાસીથી લઈને છેવાડાના લોકો સુધી એસ.ટી.ની સુવિધા પહોંચે તેના માટે થઇને સરકાર કટિબદ્ધ છે અને આજરોજ 9 કરોડથી વધુના ખર્ચે બનેલા જુદા જુદા ચાર બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું છે વધુમાં તેઓએ કહ્યું હતું કે આગામી સમયની અંદર ગુજરાતમાં 2200 જેટલા ડ્રાઈવર કંડકટરની ભરતી કરવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે જેથી કરીને નવા સ્ટાફની ભરતી થઇ ગયા બાદ એક હજાર જેટલી બસો આ વર્ષમાં અને આગામી વર્ષમાં 1200 જેટલી જુદી-જુદી કેટેગરીની બસો કાર્યરત કરવામાં આવશે
આમ દોઢ વર્ષની અંદર ગુજરાતના જુદા-જુદા શહેરોમાં એસટીની સુવિધા વધશે સાથોસાથ તેઓએ કહ્યું હતું કે, રાજ્ય સરકાર સારા રોડ રસ્તા બનાવવાની સાથે સાથે મુસાફરો માટે એસટીની સુવિધા વધે તેના માટે થઈને સતત ચિંતિત છે અને તે દિશામાં કામગીરી પણ કરવામાં આવી રહી છે જેના ફળ સ્વરૂપે લોકોની સુવિધાઑમાં વધારો થયો છે આ કાર્યક્રમની અંદર કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરા, રાજ્યકક્ષાના વાહન વ્યવહાર વિભાગના મંત્રી અરવિંદભાઇ રૈયાણી, રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા, જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, મહામંત્રી જયુભા જાડેજા, માજી ધારાસભ્ય બાવનજીભાઈ મેતલિયા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ચેરમેનો તેમજ ચૂંટાયેલા સભ્યો સહિતના પદાધિકારીઓ અને કલેક્ટર જે.બી. પટેલ, એસટીના વિભાગીય નિયામક જે.બી.કલોતરા સહિતના અધિકારી હાજર રહ્યા હતા