વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબી બી ડિવિઝન-તાલુકા પોલીસની હદમાંથી બે બાઈકની ચોરી


SHARE







મોરબી બી ડિવિઝન-તાલુકા પોલીસની હદમાંથી બે બાઈકની ચોરી

મોરબીના જુના ઘુટુ રોડ ઉપર આવેલ જીલટોપ સીરામીક કારખાનાની સામે ચિંતન વિદ્યાલયની બાજુમાં પાર્ક એક બાઇક તેમજ મોરબીના લાલપર ગામ પાસે આવેલા કારખાના પાસે પાર્ક કરવાં આવેલ એક બાઇકની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાનોએ હાલમાં મોરબીના જુદાજુદા પોલીસ સ્ટેશનોમાં બાઇક ચોરીની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. 

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના લખધીરપુર રોડ ઉપર કિશન પેટ્રોલ પંપની બાજુમાં ટેગે અલી ટાયર નામની દુકાનમાં રહેતા મૂળ બિહારના રહેવાથી મહમદભાઇ આબિદભાઈ તૈયબઅલી જાતે મુસ્લિમ (ઉંમર ૩૩) એ હાલમાં હાજીભાઈ અકબરભાઈ માણેક જાતે મિયાણા (ઉંમર ૨૬) રહે. સોઓરડી રામદેવપીરના મંદિર પાસે વાળાની સામે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે, મોરબીના જુના ઘુટુ રોડ ઉપર આવેલ જીલટોપ સીરામીક કારખાના પાસે ચિંતન વિદ્યાલયની બાજુમાં તેણે પોતાનું ડ્રીમ યુગા બાઇક નંબર જીજે ૩૬ જે ૩૦૮૮ પાર્ક કરીને મૂક્યું હતું જે બાઇકની આરોપીએ ચોરી કરી હતી જેથી ૨૫ હજાર રૂપિયાની કિંમતના બાઇકની ચોરી થઈ હોવાની યુવાને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.

આવી જ રીતે મૂળ માણાવદરના રહેવાસી અને હાલમાં મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની પાછળના ભાગમાં પાવન પાર્ક શેરી નં-૩ ની અંદર ભાડાના મકાનમાં રહેતા ઋષિભાઈ પ્રકાશભાઈ કોરડીયા જાતે પટેલ (ઉંમર ૨૨) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે લાલપર ગામ પાસે આવેલ માઇક્રો ટેક સીરામીક લેબ નામના કારખાનાની પાસે તેણે પોતાનું બાઇક નંબર જીજે ૧૧ સીઇ ૩૪૮૮ પાર્ક કરીને મૂક્યું હતું જે બાઇકની કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી ૩૫ હજાર રૂપિયાની કિંમતના બાઇકની ચોરી થઈ હોવા અંગેની યુવાને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News