વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

બેંકમાં વિકાસ રૂંધાયો !: મોરબીમાં બીઓઆઈમાં મશીનરી બંધ હોવાથી ખાતેદારો હેરાન


SHARE







બેંકમાં વિકાસ રૂંધાયો !: મોરબીમાં બીઓઆઈમાં મશીનરી બંધ હોવાથી ખાતેદારો હેરાન

મોરબી શહેર જિલ્લામાં માત્ર કાગળ પર જ વિકાસ થતો હોય તેમ મોટાભાગના લોકોની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે બેન્ક ઓફ ઇન્ડિયાના મેનેજર  દ્વારા લોકોને પડતી હાલાકીને દુર કરવા માટે ઝડપી સમસ્યાનો અંત લાવવા માંગ કરેલ છે અને તેમણે જણાવ્યુ છે કે, મોટાભાગની સરકારી કચેરીઓ અને સરકારી કચેરીઓ સહિત બેંકોમાં ખાતેદારોની હાલાકી ન પડે તે માટે ઓનલાઈન સિસ્ટમ શરૂ કરી છે પરંતુ આયોજનના અભાવનો વાયરસ તંત્રમાં ઘર કરી ગયો હોય તેમ મોરબીની બેંક ઓફ ઇન્ડિયામાં ખાતેદારોને હાલાકી છેલ્લા ઘણા સમયથી પડી રહી છે તેવી વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે

મોરબી વિશ્વ હિન્દુ પરિષદ શહેર પ્રમુખ કમલેશભાઈને ખાતેદારો સ્થાનિક લોકોની  ફરિયાદ મળતા જાતે બેંક ઓફ ઇન્ડિયા ખાતે જઈને બેંક મેનેજરને રૂબરૂ મળી રજૂઆત કરેલ હતી ત્યારે અમુક કર્મચારીઓ દ્વારા બેંકના ખાતેદારો સાથે  બેહૂદું વર્તન પણ કરવામાં આવે છે તે અંગેની પણ રજૂઆત કરી હતી અને આધુનિક ઝડપી યુગમાં વિકાસ રૂંધાયો હોય તેમ કોમ્પ્યુટર યુગમાં બેંકના મશીનો, સહિતના અન્ય મશીનરી આયોજનના અભાવે બંધ છે જેથી કરીને બેંક ખાતાની પાસબુકમાં એન્ટ્રી કરવા માટે હાલાકી પડી રહી છે ત્યારે વિકાસની વાતો કરનાર નેતાઓ માટે આ બાબત લાલબત્તી સમાન છે અને દેશના વડાપ્રધાનની મહેનત પર પાણી ઢોળ સમાન તંત્રની બેદરકારી છે 




Latest News