વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

હળવદની સીમમાં આવેલ વાડીમાં ઘોડીપાસાનો જુગાર રમતા ચાર ૧.૪૮ લાખની રોકડ સાથે પકડાયા


SHARE







હળવદની સીમમાં આવેલ વાડીમાં ઘોડીપાસાનો જુગાર રમતા ચાર ૧.૪૮ લાખની રોકડ સાથે પકડાયા

હળવદ ગામની સીમમાં આવેલ વાડીમાંથી ઘોડીપાસાનો જુગાર રમતા હોવાની માહિતી મોરબી જિલ્લા એલ.સી.બી.ની ટીમને મળી હતી જેના આધારે રેડ કરીને પોલીસે ચાર આરોપીઓને ઘોડીપાસા રમતા ઝડપી લીધા છે અને તેની પાસેથી રોકડા ૧,૪૮,૦૦૦ નો મુદામાલ કબજે કરેલ છે

મોરબી એલ.સી.બી.ના નિરવભાઇ મકવાણા તથા દશરથસિંહ પરમારને મળેલ હકીકત આધારે હળવદ ગામની સીમમાં ટીકર રોડ ઉપર આવેલ મકારી હનુમાનજીના મંદિર પાછળ આવેલ સીમમાં રેડ કરવામાં આવી હતી ત્યારે વાડીમાં પતરાના ઢાળીયા નીચે આરોપી સત્તારભાઇ એહમદભાઇ ઘાચી હળવદ વાળો બહારથી માણસો બોલાવી ઘોડીપાસાનો જુગાર રમાડતો હતો જેથી પોલીસે સત્તારભાઇ એહમદભાઇ લોલાડીયા જાતે ઘાચી રહે. હળવદ, નવીપોસ્ટ ઓફીસ પાછળ, ઉમીયા એપાર્ટમેન્ટની બાજુમાંમ સામતભાઇ રામજીભાઇ ઝાપડા જાતે ભરવાડ રહે. હળવદ અન્નક્ષેત્રપાછળ, કરાચી કોલોની, હસમુખભાઇ પ્રભુભાઇ ગણેશીયા જાતે કોળી રહે. હળવદ કરાચીકોલોની, રામાપીરના મંદિરની બાજુમાં અને મહેશભાઇ લાલજીભાઇ પઢેરીયા જાતે રબારી રહે. ધ્રાંગધ્રા, મયુરનગર, હળવદ રોડ વાળાને રોકડ ૧,૪૮,૦૦૦ તથા ઘોડીપાસા કબ્જે કરેલ છે અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધાવ્યો છે




Latest News