વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીના પાનેલી ગામે પીઠળ માઁ ના નવરંગ માંડવાનુ આયોજન: મોરબીમાં થેલેસેમિયાના દર્દીઓ માટે ફ્રી કેમ્પ યોજાશે


SHARE







મોરબીના પાનેલી ગામે પીઠળ માઁ ના નવરંગ માંડવાનુ આયોજન: મોરબીમાં થેલેસેમિયાના દર્દીઓ માટે ફ્રી કેમ્પ યોજાશે

મોરબી તાલુકાના પાનેલી ગામને આંગણે રૂડો અવસર આવ્યો છે જેમા આગામી તારીખ ૧૭-૨ ના રોજ સમસ્ત પાનેલી ગામના લોકફાળાથી ગામની કુળદેવી ગામ ઝાંપાની પીઠળ માઁ ના નવરંગ માંડવાનું તેમજ તે નિમિતે મહાયજ્ઞનું ધર્મમય માહોલમાં આયોજન કરવામાં આવ્યું છે.જેથી કરીને સમસ્ત પાનેલી ગામ અને પાનેલી ગામની તમામ સમાજની બહારગામ સાસરે હોય તે બહેન દીકરીઓને ભાણેજો સાથે માઁ પીઠળનો મહાપ્રસાદ લેવા ગામના સરપંચ ગૌતમભાઇ દ્રારા ગામવતી જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.

મોરબીમાં થેલેસેમિયાના દર્દીઓ માટે ફ્રી કેમ્પ યોજાશે

મોરબીના અસોશિએશન ઓફ પીડિયાટ્રીશીયન અને મુંબઇની જસલોક હોસ્પિટલના સંયુકત ઉપક્રમે થેલેસેમિયાના દર્દીઓ માટે ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં થેલેસેમિયાની બિમારીવાળા બાળકોની સંપૂર્ણ તપાસ કરીને દવાઓની માહિતી આપવામાં આવશે.તે ઉપરાંત થેલેસેમિયાની નવી સારવારના વિકલ્પો જેમ કે, બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ અને જીન થેરાપી વિષે પણ કેમ્પમાં માહિતી આપવામાં આવશે. કેમ્પમાં જસલોક હોસ્પિટલ, મુંબઈના ડૉ. ચિંતન વ્યાસ સેવા આપશે.તેઓ બાળકોની લોહીની બીમારી તથા કેન્સરના નિષ્ણાત છે.તેમજ ગુજરાતનાં પ્રથમ અને એકમાત્ર બાળકોના બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાંત છે.કેમ્પ આગામી તા.૨૦-૨ ને રવિવારે સવારે ૯ વાગ્યાથી અહિંના આઇએમએ હોલ, નીલકંઠ વિદ્યાલયની સામે, રવાપર રોડ, મોરબી ખાતે યોજાશે જેમા ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી હોય રજીસ્ટ્રેશન માટે મોબાઇલ નંહર ૯૪૦૮૨ ૭૪૬૦૬ ઉપર સંપર્ક કરવો તેમ મોરબી આઇએમએ દ્રારા યાદીમાં જણાવવામાં આવેલ છે.




Latest News