મોરબીમાં રેલવે સ્ટેશનના ગેઇટ પાસેથી ગેરકાયદે રિવોલ્વર સાથે એક પકડાયો
SHARE
મોરબીમાં રેલવે સ્ટેશનના ગેઇટ પાસેથી ગેરકાયદે રિવોલ્વર સાથે એક પકડાયો
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રેલવે સ્ટેશનના ગેઇટ પાસેથી પસાર થતા યુવાનને રોકીને એસઓજીની ટીમે ચેક કરતા તેની પાસેથી દેશી બનાવટની રિવોલ્વર મળી આવી હતી જેથી પોલીસે ૧૦ હજાર રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કરીને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી તેની પાસે હથિયાર ક્યાંથી આવ્યું હતું ? અને શા માટે તે પોતાની પાસે હથિયાર રાખતો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રેલવે સ્ટેશનના ગેઇટ પાસે એસઓજીની ટીમ વોચમાં હતી અને મળેલ બાતમીના આધારે ત્યાંઆથી નીકળેલા એક યુવાને રોકીને ચેક કરતા તેની પાસેથી દેશી બનાવટની રિવોલ્વર મળી આવી હતી માટે ૧૦,૦૦૦ રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કરીને પોલીસે અલ્પેશભાઈ ચંદુભાઇ રૂદાતલા જાતે કોળી (ઉંમર ૨૨) રહે. યમુનાનગર સોસાયટી નવલખી રોડ મોરબી મૂળ અમરાપર નાગલપર વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસે હથિયાર ક્યાંથી આવ્યું હતું તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે