વાંકાનેરના માટેલ રોડે બાઇક ચાલકે ઓવરટેક કરતાં ઉશકેરાયેલા રિક્ષા ચાલકે યુવાનને માથામાં પાઇપ ફટકાર્યો
મોરબીના જુદાજુદા એરિયામાંથી ૧૬ બીયર અને દારૂની એક બોટલ સાથે પાંચ શખ્સ પકડાયા
SHARE









મોરબીના જુદાજુદા એરિયામાંથી ૧૬ બીયર અને દારૂની એક બોટલ સાથે પાંચ શખ્સ પકડાયા
મોરબી મહેન્દ્રનગર ચોકડીથી ઘુટુ તરફ જવાના રસ્તા ઉપરથી ડબલ સવારી બાઈક પસાર થઈ રહ્યું હતું ત્યારે તે બાઇકને રોકીને પોલીસે તે બાઇક ઉપર જઇ રહેલા શખ્સોને ચેક કર્યા હતા ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ અને બીયરના આઠ ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે દારૂ બિયર અને બાઇક આમ કુલ મળીને ૧૬૩૨૦ રૂપિયાના મુદ્દામાલ સાથે હાલમાં બે શખ્સની ધરપકડ કરે છે અને તેની પાસે દારૂ બિયરનો જથ્થો ક્યાંથી આવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવેલ છે
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી મહેન્દ્રનગર ચોકડી પાસેથી ઘૂટું તરફ જવાના રસ્તા ઉપરથી બજાજ પલ્સર બાઇક નંબર જીજે ૩ એફઇ ૨૮૦૯ પસાર થઈ રહ્યું હતું જેને રોકીને પોલીસે ચેક કરતાં તે બાઇક ઉપર જઇ રહેલા બે શખ્સો પાસેથી દારૂની એક બોટલ અને આઠ બીયરના ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે દારૂ બિયર અને બાઇક આમ કુલ મળીને ૧૬૩૨૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બાઇક ઉપર જઇ રહેલા પ્રવીણભાઈ ટપુભાઇ રાઠોડ રહે. વેજીટેબલ રોડ ઉમા સ્કૂલની સામેના ભાગમાં મૂળ રહે. લીલાપર ગામ તેમજ મનોજભાઈ પ્રવીણભાઈ મકવાણા રહે. ખાખરેચી દરવાજા પાસે હનુમાનજી મંદિર વાળી શેરી મૂળ રહે ગૂંગણ ગામ વાળાની ધરપકડ કરી હતી અને આ બંને શખ્સો પાસે દારૂ બિયરનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવેલ છે
મોરબીમાં નાની બજાર મેઇન રોડ ઉપરથી પસાર થતા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી બિયરના ચાર ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ચારસો રૂપિયાની કિંમતમાં બિયરનો જથ્થો પકડીને કિશનભાઇ દિલીપભાઈ કાનાબાર (ઉંમર ૨૩) રહે. રણછોડ નગર અમૃત પાર્ક-૨ વાળાની ધરપકડ કરેલ છે અને તેને વસીમ પલેજા રહે. કાંતિનગર મોરબી વાળા પાસેથી બીયરના ટીન લીધા હોવાની કબુલાત આપી છે જેથી કરીને બંને શખ્સોની સામે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે આવી જ રીતે મોરબીની સંઘવી શેરી પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી બિયરના બે ટીન મળી આવ્યા હતા માટે ૨૦૦ રૂપિયાની કિંમતના બીયરના જથ્થા સાથે પોલીસે ધર્મેન્દ્રભાઈ વનમાળીદાસ રામાનુજ (ઉંમર ૪૫) રહે. સંઘવી શેરી, દરબાર ગઢ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને મોરબીના લાતી પ્લોટમાંથી પસાર થઇ રહેલ શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી બિયરના બે ટીન મળી આવ્યા હતા માટે ૨૦૦ રૂપિયાની કિંમતના બીયરના જથ્થા સાથે અફઝલ ઉર્ફે જલો અનવર પાયક જાતે ઘાંચી (ઉમર ૨૨) રહે. જોન્સનગર શેરી નં-૮ મોરબી વાળાની ધરપકડ કરેલ છે
