મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ રોડે બાઇક ચાલકે ઓવરટેક કરતાં ઉશકેરાયેલા રિક્ષા ચાલકે યુવાનને માથામાં પાઇપ ફટકાર્યો


SHARE











વાંકાનેરના માટેલ રોડે બાઇક ચાલકે ઓવરટેક કરતાં ઉશકેરાયેલા રિક્ષા ચાલકે યુવાનને માથામાં પાઇપ ફટકાર્યો

વાંકાનેર તાલુકાની હદમાં આવતાં માટેલ રોડ ઉપર અમરધામ મંદિર પાસેથી રિક્ષાનો બાઈકચાલકે ઓવરટેક કર્યો હતો અને જેથી રિક્ષાચાલકને પોતાની રિક્ષામાં બ્રેક મારવી પડી હતી તે રિક્ષા ચાલકને સારું નહીં લાગતા તેણે બાઇક ચાલકની સાથે બોલાચાલી કરી હતી અને ગાળો આપીને પોતાની પાસે રહેલ પાઇપ યુવાનને માથામાં પાછળના ભાગે ફટકાર્યો હતો જેથી કરીને યુવાનને ૧૦ થી ૧૨ જેટલા ટાંકા આવ્યા હતા અને યુવાનને સારવાર લીધા બાદ હાલમાં રિક્ષાચાલકની સામે ફરિયાદ નોંધાવતા વાંકાનેર તાલુકા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાની હદમાં આવતા નવાઢુવા ગામે રહેતા ગોપાલભાઈ જીવાભાઈ ડાભી જાતે કોળી (ઉંમર ૨૧) પોતાનું બાઇક લઇને માટેલ રોડ પર આવેલ અમરધામ પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે રીક્ષા નંબર જીજે ૩૬ યુ ૫૨૪૪ ના ચાલત વિજયભાઈ દિનેશભાઈ વીંજવાડીયા રહે માટેલ વાળાની રિક્ષાનો તેને ઓવરટેક કર્યો હતો અને ત્યારબાદ તેને પોતાનું મોટરસાયકલ વાળી લીધું હતુ જેથી રિક્ષાચાલકને પોતાની રિક્ષામાં બ્રેક લગાવી પડી હતી જે તેને સારું નહીં લાગતા તેણે બાઇકચાલક ગોપાલભાઈ ડાભીની સાથે બોલાચાલી કરી હતી અને ગાળો આપીને પાઇપ વડે તેના ડાબા હાથે અને પગમાં તેમજ માથામાં પાછળના ભાગે પાઇપનો ઘા ફટકાર્યો હતો જેથી ગોપાલભાઈને માથામાં દસથી બાર જેટલા ટાંકા આવ્યા હતા અને તેને સારવાર લીધા બાદ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રિક્ષાચાલક વિજયભાઈ દિનેશભાઈ વીંજવાડીયા સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે થઈને ચક્રોગતિમાન કર્યા છે






Latest News