મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના ઘૂંટુ, ભરતનગર અને વાંકાનેરમાં થયેલ બાઇક ચોરીમાં ત્રણ ઝડપાયા


SHARE

















મોરબીના ઘૂંટુ, ભરતનગર અને વાંકાનેરમાં થયેલ બાઇક ચોરીમાં ત્રણ ઝડપાયા

મોરબીના ઘુંટુ, ભરતનગર તેમજ વાંકાનેર પંથકની બાઇક ચોરીમાં પોલીસે ત્રણ આરોપીઓને પકડી પાડયા હોવાનું જાણવા મળેલ છે.

મોરબીના સામાકાંઠે ઘુંટુ રોડ ઉપર આવેલા ચિંતન વિદ્યાલય પાસેથી ડ્રીમ યુગા બાઇક નંબર જીજે ૩૬ જે ૩૦૮૮ કિંમત રૂા.૨૫,૦૦૦ ગત તા.૨૩-૧ ના રોજ રાત્રી દરમિયાન ચોરી થયું હતું અને દરમિયાનમાં બી ડિવિઝન પોલીસ મથકના ભગવાન ખટાણા સહિતનો સ્ટાફ વાહન ચેકિંગમાં હતો ત્યારે ઘુંટુ બાજુથી શંકાસ્પદ ડ્રીમ યુગા બાઈક નીકળયુ હતુ તેને અટકાવીને નંબર પ્લેટ વગરના બાઈક અંગે બાઈકના ચાલકને હાજી અકબર માણેક મિંયાણા (ઉમર ૨૩) રહે.સોઓરડી સામેકાંઠે મોરબી-૨ ને અટકાવવી તેની પૂછપરછ કરવામાં આવતા તેણે કબૂલ્યું હતું કે પોતે આ બાઈક ચિંતન વિદ્યાલય પાસેથી ચોરી કરેલ છે. જેથી ૨૩ જાન્યુઆરીના રોજ ચોરી થયેલ બાઇકની બે-ત્રણ દિવસ પહેલા ફરિયાદ નોંધાવવામાં આવી હતી..! જેમાં ભોગ બનનાર મોહંમદ તૈયબઅલી મૂસ્લીમ (૩૩) રહે.લખધીરપુર રોડ કિસાન પેટ્રોલ પંપ નજીક અલી ટાયરની દુકાનએ બી ડીવીજનમાં ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી જે ચોરીના ગુનામાં હાલમાં પોલીસે હાજી અકબર માણેક નામનાં શખ્સની ધરપકડ કરી છે કે જે અગાઉ પણ ચોરીના ગુનામાં ઝડપાયેલો છે.

જ્યારે મોરબીના માળીયા હાઇવે ઉપર આવેલા લક્ષ્મીનગર અને ભરતનગર ગામની વચ્ચે ના કૃષ્ણલીલા હોટલ પાસેથી કાળા કલરના હોન્ડા સીડી-૧૧૦ ડ્રીમ મોટરસાયકલ ચોરી થયુ હતું જે રૂપિયા ૨૫ હજારની કિંમતના બાઇકની ચોરી અંગે જે તે સમયે તાલુકા પોલીસ મથક ખાતે ભોગ બનનાર દ્રારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી.દરમિયાનમાં તાલુકા પોલીસ મથકના સુરેશભાઈ હુંબલ સહિતનો સ્ટાફ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામે સંતકૃપા હોટલ નજીક વોચ હતો તે દરમિયાનમાં ત્યાંથી નીકળેલ મુકેશ ધુળા ડાભી જાતે કોળી (ઉમર ૨૩) હાલ રહે.લાલપર સિસમ સિરામીક સામે અજંતા પ્લોટ મૂળ નવાગામ તા.થાનગઢ અને છેલા રણછોડ ચાવડા જાતે કોળી (ઉમર ૩૧) હાલ રહે.માટેલ કલાસીક સિરામિક કારખાનાની ઓરડીમાં તા.વાંકાનેર જી.મોરબી મૂળ.અમરાપર તા.થાન વાળાઓને અટકાવ્યા હતા અને તેઓની પાસેથી મળી આવેલા બાઇક અંગે તેઓની પૂછપરછ કરવામાં આવતા તેઓ પાસે રહેલું બાઇક ચોરાઉ હોવાની વાત મળતા પોલીસે હાલમાં ચોરાઉ બાઇક સાથે મુકેશ ધુળા કોળી અને છેલા રણછોડ કોળી નામના બે ઇસમોની વાહનચોરીના ગુનામાં ધરપકડ કરેલ છે.

તેમજ વાંકાનેર શહેરમાંથી શંકાસ્પદ બાઇક લઇને પસાર થઇ રહેલા યુવાનને રોકીને પોલીસે તેની પાસે રહેલા બાઇકના કાગળો માંગ્યા હતા ત્યારે તેની પાસેથી સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી કરીને પોલીસે પોકેટ કોપ મોબાઈલ એપ્લિકેશનની મદદથી બાઇકના ચેસિસ નંબર અને એન્જિન નંબરના આધારે ચેક કરતાં બાઇકના માલિક દિગ્વિજયભાઈ પ્રવીણભાઈ ગઢવી રહે. સુરેન્દ્રનગર વાળાનું હોવાનું સામે આવ્યું હતું.આ બાઈક ચોરી કરવામાં આવ્યું હોવાનું જાણવા મળતા પોલીસે હાલમાં ચોરાઉ બાઇક સાથે પકડાયેલા કલ્પેશ અશોકભાઈ દુધરેજીયા જાતે બાવાજી (ઉંમર ૨૩) રહે.મિલ રોડ હરીપ્રકાશનગર સુરેન્દ્રનગર વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસે બાઇક નંબર જીજે ૧૩ ક્યુક્યુ ૮૨૮ કિંમત રૂપિયા ૧૫ હજારનો મુદ્દામાલ શંકાસ્પદ માલ તરીકે કબ્જે કરીને પોલીસે સુરેન્દ્રનગર પોલીસને આ અંગેની જાણ કરવામાં આવી છે. આમ જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ બાઈક ચોરીના ત્રણ ગુના ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે.




Latest News