મોરબીની ટ્રાફિક સમસ્યાના ઉકેલની પરિણામલક્ષી કામ માટે અધિકારીઓને મંત્રી મેરજાની સૂચના
મોરબી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં લેવાયેલ નિર્ણયોને આવકાર્યો
SHARE
મોરબી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં લેવાયેલ નિર્ણયોને આવકાર્યો
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના દિશા-નિર્દેશાનુસાર બે લાખથી વધુ શિક્ષક પરિવારને સ્પર્શતા નિર્ણયો લેવાયો છે અને અત્યા૨ સુધી જે તે જિલ્લામાં ખાલી જગ્યાના ૪૦ ટકા શિક્ષકોને જિલ્લા ફેરબદલીનો લાભ અપાતો હતો જે હવે ૧૦૦ ટકા જગ્યા પ૨ જિલ્લા ફેરબદલીનો લાભ આપવામાં આવશે અને જિલ્લા ફેર અરસપરસ અને જિલ્લા આંતરિક અરસપરસ બદલીમાં સંબંધિત શિક્ષકોના વતન હોવા જરૂરી હતા તે જોગવાઇ દૂ૨ ક૨વામાં આવી છે અને ૧૦ વર્ષ એક જ જગ્યાએ નોકરી ક૨વાની શરતે જે શિક્ષકોને નિમણૂંક આપવામાં આવી છે તેવા શિક્ષકોને પાંચ વર્ષ પછી પણ બદલી માટે અરજી કરી શકશે
જે સ૨કારી કર્મચારીઓ રાજ્યના એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં બદલીપાત્ર છે તેવા કર્મચારીઓના પતિ કે પત્ની જો સરકારી શાળામાં પ્રાથમિક શિક્ષક કે મુખ્ય શિક્ષક હોય તો તેઓને પ્રતિનિયુક્તિથી મૂકી શકાશે, પતિ/પત્નીના કિસ્સાનો લાભ હવેથી અનુદાનિત સંસ્થાઓ, ગુજરાત સ૨કા૨ના જાહેર સાહસો, કેન્દ્ર અને રાજ્ય સરકારની સરકારી કંપનીઓના કિસ્સામાં પણ મળવાપાત્ર થશે અને બદલીઓના કિસ્સામાં ફરિયાદ નિવારણ માટે ફરિયાદ નિવારણ સમિતિની રચના કરાઇ છે રાજય સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા લેવાયેલ ઐતિહાસિક નિર્ણયો બદલ મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકો વતિ રાજય સરકાર, શિક્ષણ વિભાગ, પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાજય અધ્યક્ષ ભીખાભાઇ પટેલ, મહામંત્રી રતુભાઈ ગોળનો પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લા અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા, મંત્રી કિરણભાઈ કાચરોલા,સંગઠન મંત્રી હિતેશભાઈ ગોપાણી, પ્રદીપભાઈ કુવાડિયા, સી.ઉપાધ્યક્ષ કિરીટભાઈ દેકાવડીયા અને હરદેવભાઈ કાનગડ સહિત તમામ તાલુકા સંગઠન દ્વારા વર્ષોથી પેન્ડિગ રહેલા પ્રશ્નો અને વર્ષોથી બદલીના હુકમ સાથે લઈને ફરતા પણ ૧૦ ટકા વાળા નિયમના કારણે છુટા ન્હોતા થઈ શકતા એવા શિક્ષકોમાં હર્ષ અને આનંદની લાગણી થયેલ છે એમ હિતેશભાઈ પાંચોટીયા પ્રચાર મંત્રી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબીની યાદીમાં જણાવાયું છે.