મોરબી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં લેવાયેલ નિર્ણયોને આવકાર્યો
કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ લઈને ખેડૂતોની આવકમાં થઈ અકલ્પનીય વૃદ્ધી: બ્રિજેશભાઈ મેરજા
SHARE
કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ લઈને ખેડૂતોની આવકમાં થઈ અકલ્પનીય વૃદ્ધી: બ્રિજેશભાઈ મેરજા
મોરબીની પંચાસર ચોકડી પાસે આવેલ સતવારા સમાજની વાડી ખાતે નમો પંચાયતનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં જ યોજના અમલમાં મુકવામાં આવી છે તેની ખેડૂતો સુધી માહિતી પહોંચાડવામાં આવી હતી અને ત્યારે રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશભાઈ મેરજા દ્વારા ખેડૂતોની આવક બમણી થાય તે માટે કેટલીક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી આપી હતી અને સરકારી યોજનાઓનો વધુમાં વધુ ખેડૂતોને લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો
વર્તમાન કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી થાય તેના માટે જુદી જુદી અનેક સરકારી યોજનાઓને અમલમાં મુકવામાં આવી છે જેનો લાભ લઇને ખેડૂતો પોતાની આવકમાં વૃદ્ધિ કરી રહ્યા છે જો કે, ઘણી વખત યોજનાઓની જાણકારી ન હોવાને કારણે ખેડૂતો યોજનાનો લાભ લઈ શક નથી જેથી કરીને ગુજરાત પ્રદેશ કિસાન મોરચા દ્વારા સમગ્ર ગુજરાતની અંદર તમામ વિધાનસભા બેઠકોમાં નમો પંચાયતનું આયોજન કરવાનું આયોજન કરેલ છે અને તેના ભાગરૂપે મોરબીના પંચાસર રોડ ઉપર પંચાસર ચોકડી પાસે આવેલ સતવારા સમાજની વાડી ખાતે નમો પંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં ગુજરાત રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશભાઇ મેરજા, રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ જયંતીભાઈ કવાડિયા, ગુજરાત પ્રદેશ વિકાસ મોરચાના પ્રમુખ હિતેશભાઈ, સહકારી આગેવાન મગનભાઇ વડાવીયા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જયુભા જાડેજા અને રણછોડભાઈ દલવાડી, મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ નિર્મલભાઈ જારીયા, મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સંગીતાબેન ભીમાણી, મોરબી પાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા
રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયાએ ખેડૂતોને સંબોધતા કહ્યું હતું કે, વર્ષ ૧૯૯૫ પહેલા ગુજરાત સરકારની જે વાર્ષિક બજેટ હતું તેના કરતાં વધુ તો આજની તારીખે ખેડૂતોને વીજળી સહિતની જુદીજુદી સરકારી સહાય આપવામાં આવે છે અને ત્યારે ખેડૂતોની આવક કેટલી હતી તેમજ ત્યાર બાદ ગુજરાતની અંદર ભાજપ સરકાર આવી અને ખાસ કરીને ૨૦૦૧ પછી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારે ગુજરાતની અંદર ખેડૂતોની આવકમાં વૃદ્ધિ થાય તે માટે કઈ પ્રકારની કામગીરી કરી છે તેની વિગતવાર માહિતી આપી હતી
રાજ્યના પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યુ હતું કે, આજની તારીખે કેન્દ્રમાં નરેન્દ્ર મોદી અને રાજયમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા ખેડૂતોના હિત માટે અને અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે જેનો લાભ અનેક ખેડૂતો લઈ રહ્યા છે વધુમાં તેઓએ કહ્યું હતું કે, કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સત્તાનું સુકાન સંભાળી રહ્યા છે ત્યારે દેશમાં ખેડૂતને વધુમાં વધુ સરકારી યોજનાનો લાભ મળે તે માટે જુદીજુદી યોજનાનો અમલમાં મુકી છે ત્યારે તેનો લાભ લેવાની સાથોસાથ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે થઈને તેઓએ ટકોર કરી હતી