મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જુગાર રમતા 8 મહિલા સહિત કુલ 9 વ્યક્તિ ઝડપાયા ઓનલાઇન ટ્રાન્જેક્શન કરતા પહેલા સાવધાન: ટંકારાના લજાઈ ગામે રહેતા યુવાને કુરિયર કંપનીના ગુગલમાંથી કસ્ટમર કેર નંબર મેળવીને માત્ર 5 રૂપિયાનું ટ્રાન્જેક્શન કરતા ખાતામાંથી 4.42 લાખ ઉપડી ગયા ! હળવદના ચરડવા પાસે ડબલ સવારી બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત, ઇજાગ્રસ્ત દંપતી સારવારમાં માળીયા (મી)ના પંચવટી ગામના પાટીયા પાસે બનેવીના ભંગારના બેસવા ગયેલ સાળા ઉપર લોખંડના પાઇપ વડે હુમલો મોરબીમાં ધોળા દિવસે યુવાનનું અપહરણ થતા બચાવવા ગયેલા તેના સગા ભાઈ ઉપર 3 શખ્સોએ કર્યો છરી વડે હુમલો મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું વાંકાનેરમાં યુવા સારથી સંગઠન દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પમાં 334 બોટલ રક્ત એકત્રિત થયું મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીની ટ્રાફિક સમસ્યાના ઉકેલની પરિણામલક્ષી કામ માટે અધિકારીઓને મંત્રી મેરજાની સૂચના


SHARE







મોરબીની ટ્રાફિક સમસ્યાના ઉકેલની પરિણામલક્ષી કામ માટે અધિકારીઓને મંત્રી મેરજાની સૂચના

મોરબી શહેરને કાયમી માટે ટ્રાફિકની સમસ્યામાંથી છુટકારો મળે તે હેતુથી રાજ્યના પંચાય મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ વિશેષ રસ લઇને વિવિધ સંગઠનોની માંગણી મુજબ આગામી સમયમાં શહેરમાં ટ્રાફિક પોઇન્ટ પર ટ્રાફિક સિગ્નલ મુકવા અંગેની રજૂઆત બાદ પ્રથમવાર મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મંત્રીએ વિવિધ સંબંધિત વિભાગનો અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

આ તકે પદાધિકારીઓ દ્વારા મોરબી શહેરમાં વિવિધ સ્થાનો પર ટ્રાફિક સિગ્નલ મુકવા માટેના પોઇન્ટ સુચવવામાં આવ્યા હતા. આ સાથે જ શહેરમાં વન-વે વધારવા, રોડ-રસ્તાઓ પર થયેલા દબાણો દૂર કરવા, નગર દરવાજો, ગાંધી ચોક, રામ ચોક, શાકમાર્કેટ જેવા ભરચક વિસ્તારોમાં પાર્કિંગની સમસ્યાઓ હલ કરવી, વન-વે નો કડક અમલ થાય, પાર્કિંગ પ્લોટ વધારવા અંગે તેમજ શહેરમાં વધુ બેઠા પુલનું નિર્માણ થાય તે દિશામાં ચર્ચાઓ કરવામાં આવી હતી. આ તકે જિલ્લા પોલીસ વડા એસ.આર. ઓડેદરાએ ટ્રાફિકની સમસ્યાના કાયમી ઉકેલ માટે શહેરના ૧૩ ટ્રાફિક પોઇન્ટ પર ટ્રાફિક સિગ્નલ મુકવા સહિત અન્ય ટ્રાફિક નિવારક મુદ્દાઓની દરખાસ્ત રજૂ કરી હતી.

મંત્રી  બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે, હાલમાં જ માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશભાઇ મોદીની મોરબી મુલાકાત દરમિયાન શહેરની ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે શહેરની ફરતે રીંગ રોડની દરખાસ્ત કરેલ છે જેનાથી ટ્રાફિકની સમસ્યા હલ થશે. આ ઉપરાંત વિકસતા અને વિસ્તરતા મોરબી શહેરની ટ્રાફિક સમસ્યાના ઉકેલની પરિણામલક્ષી કામગીરી માટે જવાબદાર અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, જિલ્લા પોલીસ વડા એસ.આર. ઓડેદરા, ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલા, નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, જિલ્લા ભાજપના મહામંત્રી જયુભા જાડેજા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયા, અગ્રણી સર્વે જીગ્નેશભાઇ કૈલા, સુરેશભાઈ દેસાઈ, કે.કે. પરમાર સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી શહેરની ટ્રાફિક સમસ્યાના કાયમી નિરાકરણ માટે ચર્ચા વિચારણા કરી હતી.




Latest News