મોરબીમાં ફાયરિંગ કરીને યુવાનની હત્યાની કોશિશના ગુનામાં બે આરોપીના શરતી જામીન મંજુર મોરબીમાં વીજ તંત્રની લાલીયાવાડીથી જીવલેણ અકસ્માતને ખુલ્લુ આમંત્રણ ! મોરબી નવયુગ કોલેજના NSSના વિધાર્થીએ યુવા આપદા મિત્રની તાલીમ લીધી યે આગ કબ બુઝેગી ?: મોરબી નજીક મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ 8 દિવસ પણ યથાવત, બળેલો માલ હટાવવા અને કુલિંગનું કામ હજુ પણ ચાલુ મોરબીની રામનગર સોસાયટીમાં ઘરમાં જુગાર રમતા ઘરધણી સહિત 6 શખ્સ 1.21 લાખની રોકડ સાથે પકડાયા મોરબીમાં જુદા-જુદા વિસ્તારોમાં રેડ કરીને પોલીસે 34 બોટલ દારૂ પકડાયો મોરબીના ચેક રીટર્ન કેશમાં આરોપીનો નિર્દોષ છુટકારો કરતી કોર્ટ મોરબીમાં કેન્સરની બીમારીથી કંટાળીને તળાવમાં ઝંપલાવી આપઘાત
Breaking news
Morbi Today

મોરબી-માળીયા (મી)ના ગામડાઓનો વિકાસ કરવામાં કોઇ કચાસ કે પાછીપાની નહીં : બ્રિજેશભાઇ મેરજા


SHARE







મોરબી-માળીયા (મી)ના ગામડાઓનો વિકાસ કરવામાં કોઇ કચાસ કે પાછીપાની નહીં : બ્રિજેશભાઇ મેરજા

મોરબી જિલ્લા પંચાયતની મહેન્દ્રનગર બેઠકમાં આવતા ગામડાઓનો પ્રવાસ મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ કર્યો હતો ત્યારે મહેન્દ્રનગર બેઠકમાં આવતા ઇન્દીરાનગર, મહેન્દનગર, પીપડી, બેલા, શનાળા (ત) સહિતના ગામોનો પ્રવાસ કરીને મંત્રીશ્રીએ ગ્રામ્ય વિસ્તારોનો લોકસંપર્ક સ્થાનિક લોકોના પ્રશ્નો સાંભળીને સ્થળ પર નિકાલ કરવાના પ્રયાસો કર્યા હતા અને મંત્રીના પ્રવાસ દરમિયાન મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ તેમજ સ્થાનિક પદાધિકારીઓએ સાથે રહીને સ્થાનિક પ્રશ્નોના નિકારણ અંગે વિશેષ પ્રયાસો હાથ ધર્યા હતા. આ સાથે જ મંત્રીએ ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસ કાર્યોમાં કોઇ કચાસ કે પાછીપાની નહીં કરવામાં આવે તેમ જણાવ્યું હતું. વધુમાં મંત્રી મેરજાએ જણાવ્યું હતું કે, સતત ૧૮-૧૮ કલાક કામ કરીને લોકોની સેવામાં સતત વ્યસ્ત રહું છું. પોતે ધારાસભ્ય હતા ત્યારે ૬૫૦ કરોડના કામો મંજૂર કરાવ્યા અને બાદમાં મંત્રી બન્યા પછી વધુ ૩૫૦ કરોડ રૂપિયાના કામો મંજૂર કરાવીને કુલે એક હજાર કરોડ રૂપિયાના કામો સમગ્ર મોરબી માળીયા વિસ્તારમાં થઇ રહ્યા હોવાનું જણાવ્યું હતું. આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, જિલ્લા યુવા ભાજપના પ્રમુખ વિશાલભાઇ ઘોડાસરા,જિલ્લા પંચાયતના ચેરમેન પ્રવિણભાઇ સોનાગ્રા, તાલુકા પંચાયતના ચેરમેન રાકેશભાઇ કાવર, મોરબી તાલુકા પંચાયતના સભ્ય અશોકભાઇ દેસાઈ, તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઇ વાંસદડીયા, ભાજપ આગેવાન જીગ્નેશભાઇ કૈલા, મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઇ ચીખલીયા, ધર્માબેન રૂપાલા, ધનજીભાઇ, મોરબી નિતેશભાઇ, કાનજીભાઇ, વિક્રમસિંહ, ગોરધનભાઇ, ગામના સરપંચઓ સહિતના હાજર રહ્યા હતા.






Latest News