મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જુગાર રમતા 8 મહિલા સહિત કુલ 9 વ્યક્તિ ઝડપાયા ઓનલાઇન ટ્રાન્જેક્શન કરતા પહેલા સાવધાન: ટંકારાના લજાઈ ગામે રહેતા યુવાને કુરિયર કંપનીના ગુગલમાંથી કસ્ટમર કેર નંબર મેળવીને માત્ર 5 રૂપિયાનું ટ્રાન્જેક્શન કરતા ખાતામાંથી 4.42 લાખ ઉપડી ગયા ! હળવદના ચરડવા પાસે ડબલ સવારી બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત, ઇજાગ્રસ્ત દંપતી સારવારમાં માળીયા (મી)ના પંચવટી ગામના પાટીયા પાસે બનેવીના ભંગારના બેસવા ગયેલ સાળા ઉપર લોખંડના પાઇપ વડે હુમલો મોરબીમાં ધોળા દિવસે યુવાનનું અપહરણ થતા બચાવવા ગયેલા તેના સગા ભાઈ ઉપર 3 શખ્સોએ કર્યો છરી વડે હુમલો મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું વાંકાનેરમાં યુવા સારથી સંગઠન દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પમાં 334 બોટલ રક્ત એકત્રિત થયું મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

હાશ: મોરબીના નહેરૂ ગેઇટ ચોકમાં ટ્રાફિકને અડચણરૂપ લારીઓ પોલીસને દેખાઈ


SHARE







હાશ: મોરબીના નહેરૂ ગેઇટ ચોકમાં ટ્રાફિકને અડચણરૂપ લારીઓ પોલીસને દેખાઈ

મોરબી શહેરના નહેરૂ ગેઇટ ચોકની આસપાસના વિસ્તારમાં લારી-ગલ્લા અને પાથરણાના દબાણ વર્ષોથી છે જોકે તે પોલીસ કે પાલિકાને દેખાતું નથી તેવો ઘાટ જોવા મળી રહ્યો છે તેવામાં મોરબીના નહેરૂ ગેઇટ ચોકમાં લારી ઊભી રાખનારા પાંચ ધંધાર્થીઓની લારીઓને પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવી છે ત્યારે બાકીની જે લારીઓ હજુ પણ નેહરુ ચોકમાં અને તેની આસપાસમાં દબાણ કરીને રાખવામાં આવેલ છે તે પોલીસને કયારે દેખાશે તે સૌથી મોટો સવાલ છે

મોરબી શહેરના રસ્તા વર્ષોથી સાંકડા છે અને આ રસ્તા ઉપરથી લોકોને પોતાના વાહન લઈને જવું તો દૂરની વાત છે પરંતુ ચાલીને પસાર થવું પણ માથાના દુખાવા સમાન બની જાય છે અને ખાસ કરીને મોરબીના હાર્દસમાન નહેરૂ ગેઇટ ચોક વિસ્તારમાં ચોતરફ લારી-ગલ્લા અને પાથરણાના દબાણ છે તેમ છતાં પણ તે પોલીસ કે પાલિકાને નજરે આવતા નથી અથવા તો તેની સામે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે જેથી કરીને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે મોરબી શહેરના નહેરૂ ગેઇટ ચોકમાંથી પોલીસ દ્વારા ટ્રાફિકને અડચણરૂપ થતી પાંચ લારીઓને ડિટેઇન કરવામાં આવેલ છે જોકે, બાકીની લારીઓ પોલીસ અને પાલિકાને ક્યારે નજરે પડશે અને લોકોને મોરબીનો નહેરૂ ગેઇટ ચોક દબાણ મુક્ત કરે જોવા મળશે તે આગામી સમય જ બતાવશે




Latest News