મોરબીના માધાપર રેવન્યુ સર્વે નં.૧૨૩૦ની માલીકીની જમીન ઉપર દબાણ કરતાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ
મોરબીના બેલા ગામે કારખાનાના લેબર કવાટ પાસે ગટરની કુંડીમાં પડી જતા ત્રણ વર્ષના બાળકનું મોત
SHARE
મોરબીના બેલા ગામે કારખાનાના લેબર કવાટ પાસે ગટરની કુંડીમાં પડી જતા ત્રણ વર્ષના બાળકનું મોત
મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામ પાસે આવેલ સિરામિક કારખાનામાં લેબર કવાર્ટર પાસે આવેલ ગટરની કુંડીમાં પડી જવાથી ત્રણ વર્ષના બાળકનું ડૂબી જવાના કારણે ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું જેથી કરીને તેની લાશને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહીતી મુજબ મોરબીના જેતપર રોડ ઉપર આવેલા બેલા ગામની સીમમાં ફેવર સીરામીક નામનું કારખાનું આવેલ છે જેમાં રહેતા તેરસિંગ હઠીલા જાતે આદીવાસીનો ત્રણ વર્ષનો દીકરો રોહિત તેમના લેબર કવાર્ટર પાસે આવેલ ગટરની કુંડીમાં અકસ્માતે પડી ગયો હતો અને ત્યાં પાણીમાં ડૂબી જવાના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યાર બાદ તેની લાશને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને અકસ્માતનાં આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી હતી જેની આગળની રાબેતા મુજબની તપાસ એમ.એલ.બારૈયા ચલાવી રહ્યા છે.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના આનંદનગર વિસ્તારમાં રહેતો અમર દિનેશભાઈ માંજુસા નામનો ૨૯ વર્ષનો યુવાન તેના મિત્ર ઇમરાન સુલતાનભાઈની સાથે કારમાં ગત તા.૧૯-૨ ના રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં રફાળેશ્વર તરફ જતો હતો ત્યારે જાંબુડીયા ગામ પાસેના ઓવરબ્રીજ નજીક તેમની કારની આડે અચાનક બાઈક ઉતરતાં તેમણે કારનું સંતુલન ગુમાવતા કાર ડિવાઇડર સાથે અથડાઈ હતી જે વાહન અકસ્માતના બનાવમાં માથાના ભાગે ઈજાગ્રસ્ત થયેલા અમરભાઈ માંજુસાને સારવાર માટે અત્રેની હોસ્પિટલમાં ખસેડાયો હતો.જેથી બનાવ અંગે તાલુકા પોલીસે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.
મારામારીમાં ઇજા
મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા લાલપર ગામે ક્રિકેટના ગ્રાઉન્ડમાં ગઈકાલે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઇજાઓ થતાં સોહીલ નુરમામદ ઠેબા (૨૫) અને સદામ નુરમામદ ઠેબા (૨૩) નામના બે યુવાનોને ઈજાઓ થતાં સારવારમાં ખસેડાયા હતા અને બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના જે.જે.ડાંગરે આગળની તપાસ હાથ ધરી છે.