મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જુગાર રમતા 8 મહિલા સહિત કુલ 9 વ્યક્તિ ઝડપાયા ઓનલાઇન ટ્રાન્જેક્શન કરતા પહેલા સાવધાન: ટંકારાના લજાઈ ગામે રહેતા યુવાને કુરિયર કંપનીના ગુગલમાંથી કસ્ટમર કેર નંબર મેળવીને માત્ર 5 રૂપિયાનું ટ્રાન્જેક્શન કરતા ખાતામાંથી 4.42 લાખ ઉપડી ગયા ! હળવદના ચરડવા પાસે ડબલ સવારી બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત, ઇજાગ્રસ્ત દંપતી સારવારમાં માળીયા (મી)ના પંચવટી ગામના પાટીયા પાસે બનેવીના ભંગારના બેસવા ગયેલ સાળા ઉપર લોખંડના પાઇપ વડે હુમલો મોરબીમાં ધોળા દિવસે યુવાનનું અપહરણ થતા બચાવવા ગયેલા તેના સગા ભાઈ ઉપર 3 શખ્સોએ કર્યો છરી વડે હુમલો મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું વાંકાનેરમાં યુવા સારથી સંગઠન દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પમાં 334 બોટલ રક્ત એકત્રિત થયું મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપહરણ


SHARE







મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપહરણ

મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખેતીમાં મજૂરી કામ કરીને રોજગારી મેળવવા માટે છોટાઉદેપુરથી આવેલા મજુર પરિવારની સગીર વયની દિકરીનું અપહરણ કરવામાં આવેલ છે.જેથી હાલમાં ભોગ બનેલ સગીરાના પિતા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અપહરણ તેમજ પોકસો એકટ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે અને સગીરાને શોધવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મોરબીની આસપાસમાં વિશ્વકક્ષાનો ઉદ્યોગ પથરાયેલો છે તેની સાથોસાથ ખેતીમાં પણ મોટા પ્રમાણમાં મોરબી જિલ્લાની અંદર બહારથી મજુર પરિવારો પેટીયુ રળવા આવે છે.રાજ્યના જુદાજુદા જિલ્લાઓ તેમજ અન્ય રાજ્યોમાંથી લોકો અહીંયા રોજગારી મેળવવા માટે આવતા હોય છે તેવી જ રીતે મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખેતીમાં રોજગારી મેળવવા માટે થઈને છોટાઉદેપુરનો એક પરિવાર મોરબી આવ્યો હતો અને તે પરિવારની સગીર વયની દિકરીનું અપહરણ કરવામાં આવ્યું છે જેથી હાલમાં ભોગ બનેલ સગીરાના પિતા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એક ઇસમની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે અપહરણ, પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે અને સગીરાને શોધવા માટે થઈને તપાસ શરૂ કરેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના બોરીયાપાટી વિસ્તારમાં આવેલ મેઘાણીની વાડીમાં રહેતો યશવંત છગનભાઈ ડાભી નામનો ૧૭ વર્ષીય યુવાન બાઈક લઇને જતો હતો.ત્યારે તેનું બાઈક સ્લીપ થઈ જતા ઇજાગ્રસ્ત યશવંતને અહીંની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે ઉત્તરપ્રદેશના ગાજીપુરના કાળાપીપર ગામે દુર્ગા કોલોનીમાં રહેતો અને હાલ મોરબી રહેતો કૈલાશ નારણભાઈ ગરબદસિંગ નામનો ૨૫ વર્ષીય યુવાન મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીકથી પોતાના બાઈકમાં જતો હતો ત્યારે તેનું બાઇક પણ સ્લીપ થઇ જતાં ઇજાગ્રસ્ત કૈલાસને પણ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

મારામારીમાં ઇજા

મોરબીની ધર્મનગર સોસાયટી વાવડી રોડ ઉપર રહેતા શિલ્પાબેન જેઠાભાઇ જાકાસણીયા નામની ૨૩ વર્ષીય યુવતીને ઘર પાસે કોઈ બાબતે મારામારીમાં ઇજા થતાં ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી.જ્યારે ધાંગધ્રા તાલુકાના કંકાવટી ગામનો રહેવાથી કાળુભાઈ નરસીભાઈ મોરી નામનો ૨૯ વર્ષનો યુવાન મોરબીના કેરાડી ગામ તરફ બાઈક લઈને જતો હતો ત્યારે કેરાડી પાસે તેનું બાઇક સ્લીપ થઇ જતાં ઇજાગ્રસ્ત કાળુભાઈ મોરીને અહીંની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લવાયો હતો.




Latest News