મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જુગાર રમતા 8 મહિલા સહિત કુલ 9 વ્યક્તિ ઝડપાયા ઓનલાઇન ટ્રાન્જેક્શન કરતા પહેલા સાવધાન: ટંકારાના લજાઈ ગામે રહેતા યુવાને કુરિયર કંપનીના ગુગલમાંથી કસ્ટમર કેર નંબર મેળવીને માત્ર 5 રૂપિયાનું ટ્રાન્જેક્શન કરતા ખાતામાંથી 4.42 લાખ ઉપડી ગયા ! હળવદના ચરડવા પાસે ડબલ સવારી બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત, ઇજાગ્રસ્ત દંપતી સારવારમાં માળીયા (મી)ના પંચવટી ગામના પાટીયા પાસે બનેવીના ભંગારના બેસવા ગયેલ સાળા ઉપર લોખંડના પાઇપ વડે હુમલો મોરબીમાં ધોળા દિવસે યુવાનનું અપહરણ થતા બચાવવા ગયેલા તેના સગા ભાઈ ઉપર 3 શખ્સોએ કર્યો છરી વડે હુમલો મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું વાંકાનેરમાં યુવા સારથી સંગઠન દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પમાં 334 બોટલ રક્ત એકત્રિત થયું મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના માધાપર રેવન્યુ સર્વે નં.૧૨૩૦ની માલીકીની જમીન ઉપર દબાણ કરતાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ


SHARE







મોરબીના માધાપર રેવન્યુ સર્વે નં.૧૨૩૦ની માલીકીની જમીન ઉપર દબાણ કરતાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ

મોરબીના માધાપર રેવન્યુ સર્વે નં.૧૨૩૦ ક્ષેત્રફળ (હે.આર.એ.ચો.મી.) ૧-૦૧-૧૭ વાળી જમીન ઉપર ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું છે જેથી કરીને જમીનના મલિક યુવાને મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ઘુનડા(સ) ગામે રહેતા કિશનભાઇ દિનેશભાઇ રંગપરીયા જાતે પટેલ (ઉ.૨૨)એ હાલમાં સવજીભાઇ ગોવીંદભાઇ કંઝારીયા રહે. ખેરની વાડી, લાતીપ્લોટ-૨, જુના અજંતા પાછળ, મોરબી વાળાની એસએમે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તા.૩૦/૧૦/૨૦૨૧ પહેલા કોઇપણ સમયથી આરોપીએ તેની માલિકીની સ્થાવર મિલ્કત માધાપર સર્વે નંબર ૧૨૩૦ ખાતા નંબર ૯૦૪ વાળી ખેતીની ખેડવાણ જુની શરતની જમીન ક્ષેત્રફળ (હે.-આરે-ચો.મી) ૧-૦૧-૧૭ જગ્યા છે તેમાં ગેરકાયદે કબ્જો કરી લીધેલ છે અને જમીન પચાવી પાડી છે તેમજ તેનો ગેરકાયદે ઉપયોગ પણ કરી રહ્યા છે જેથી કરીને પોલીસે યુવાનની ફરિયાદ લઈને હાલમાં ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ ૨૦૨૦ની કલમ ૪(૧)(૩), ૫(ગ), મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે




Latest News