વાંકાનેરમાં યુવતીને ગાળો આપીને એક શખ્સે કપાળમાં કડુ ફટકારયું, જાનથી મારી નાખવાની ધમકી
SHARE
વાંકાનેરમાં યુવતીને ગાળો આપીને એક શખ્સે કપાળમાં કડુ ફટકારયું, જાનથી મારી નાખવાની ધમકી
(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેર શહેરમાં આવેલ સ્વામિનારાયણ મંદિર પાસેથી પસાર થતી યુવતીને એક શખ્સે ગાળો આપી હતી જેથી તે શખ્સને ગાળો આપવાની યુવતીએ ના કહેતા ઉશ્કેરાયેલા ગયેલા શખ્સે તેના હાથમાં પહેરેલી કડું યુવતીના કપાળ ઉપર માર્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને યુવતીએ સારવાર લીધા બાદ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર શહેરના આરોગ્યનગર શેરી નં-૨ ની અંદર રહેતા શોભનાબેન પરસોત્તમભાઈ દેત્રોજા જાતે કોળી (ઉંમર વર્ષ ૨૦) વાંકાનેરમાં સ્વામીનારાયણ મંદિર પાસેથી ચાલીને પસાર થઇ રહ્યા હતા ત્યારે આરોપી કરણ અજાભાઈ ભરવાડ રહે. સ્ટેચ્યુ વાંકાનેર વાળાએ તેને ગાળો આપી હતી જેથી શોભનાબેને તેને ગાળો આપવાની ના પાડતાં ઉશ્કેરાયેલા ગયેલા કરણ ભરવાડે તેના હાથમાં પહેરેલ કડુ શોભનાબેનને કપાળના ભાગે માર્યું હતું જેથી તેને ઈજાઓ થઈ હતી અને શોભનાબેનને કરણ ભરવાડે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા શોભનાબેનની ફરિયાદ લઈને વાંકાનેર સીટી પોલીસ દ્વારા કરણ ભરવાડની સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવેલ છે