મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જુગાર રમતા 8 મહિલા સહિત કુલ 9 વ્યક્તિ ઝડપાયા ઓનલાઇન ટ્રાન્જેક્શન કરતા પહેલા સાવધાન: ટંકારાના લજાઈ ગામે રહેતા યુવાને કુરિયર કંપનીના ગુગલમાંથી કસ્ટમર કેર નંબર મેળવીને માત્ર 5 રૂપિયાનું ટ્રાન્જેક્શન કરતા ખાતામાંથી 4.42 લાખ ઉપડી ગયા ! હળવદના ચરડવા પાસે ડબલ સવારી બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત, ઇજાગ્રસ્ત દંપતી સારવારમાં માળીયા (મી)ના પંચવટી ગામના પાટીયા પાસે બનેવીના ભંગારના બેસવા ગયેલ સાળા ઉપર લોખંડના પાઇપ વડે હુમલો મોરબીમાં ધોળા દિવસે યુવાનનું અપહરણ થતા બચાવવા ગયેલા તેના સગા ભાઈ ઉપર 3 શખ્સોએ કર્યો છરી વડે હુમલો મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું વાંકાનેરમાં યુવા સારથી સંગઠન દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પમાં 334 બોટલ રક્ત એકત્રિત થયું મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં ક્રાંતિ જ્યોત પાસે બાઇક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃધ્ધનું સારવારમાં મોત, ગુનો નોંધાયો


SHARE







મોરબીમાં ક્રાંતિ જ્યોત પાસે બાઇક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃધ્ધનું સારવારમાં મોત, ગુનો નોંધાયો

મોરબી જિલ્લાના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ક્રાંતિજ્યોત સોસાયટી પાસેથી પસાર થઈ રહેલા વૃદ્ધને બાઇકચાલકે હડફેટે લીધા હતા જેથી તેને બંને પગમાં અને શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી માટે તેને  સારવારમાં લઈ ગયા હતા જો કે, સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે. જેથી હાલમાં ભોગ બનેલા વૃદ્ધના દીકરાએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત સર્જીને બાઇક છોડીને નાસી ગયેલા બાઇક ચાલકની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ પ્રભુકૃપા ટાઉનશીપમાં ફોર સ્ક્વેર-૨ ફ્લેટ નંબર-૨૦૧ માં રહેતા મૂળ માળીયા તાલુકાનાં લક્ષ્મીવાસ ગામના રહેવાસી ઉપેન્દ્રભાઈ મગનભાઈ સંઘાણી જાતે પટેલ (ઉમર ૪૦) એ હાલમાં બાઇક નંબર જીજે ૩૬ જે ૫૫૦૯ ના ચાલકની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેઓના પિતા મગનભાઇ નરસીભાઇ સંઘાણી (ઉમર ૬૯) મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ ક્રાંતિ જયોત સોસાયટી પાસેથી ચાલીને જઇ રહ્યા હતા ત્યારે ઉપરોકત નંબરના બાઇક ચાલકે તેમને હડફેટે લેતા તેના બંને પગમાં ફ્રેક્ચર અને શરીરે નાનીમોટી ઈજાઓ થઈ હતી જેથી મગનભાઈ નરસીભાઇ સંઘાણીને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જયાં તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું હતું જેથી હાલમાં મૃતકના દીકરાએ બાઇક ચાલકની સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત સ્થળે બાઈક છોડીને નાસી ગયેલા બાઇક ચાલકની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

ટંકારા તાલુકાના હડમતીયા ગામે રહેતા કંચનબેન ધનજીભાઈ ભાગીયા નામની ૪૭ વર્ષીય મહિલા લતીપર રોડ ઉપરથી જતા હતા ત્યારે બ્રિજ નજીક તેઓનું સ્કુટી સ્લીપ થઈ જતાં ઇજાગ્રસ્ત કંચનબેનને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.જ્યારે વાંકાનેર તાલુકાના પલાસડી ગામે રહેતા હુસેનભાઇ ઈસ્માઈલભાઈ વકાલીયા નામનો ૪૭ વર્ષીય યુવાન સાયકલ લઈને જતો હતો ત્યારે તેની સાયકલને કાર ચાલકે હડફેટે લેતા ઇજાગ્રસ્ત હુસેનભાઈને પણ સારવાર માટે અહીં ક્રિષ્ના હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

રીક્ષામાંથી પડી જતાં ઈજા

હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા જયાબેન ઠાકરશીભાઈ સોનગરા નામની ૩૫ વર્ષીય મહિલા રિક્ષામાંથી અકસ્માતે નીચે પડી ગયા હતા જેથી કરીને ઇજાગ્રસ્ત જયાબેન સોનગરાને સારવાર માટે અત્રે આયુષ હોસ્પિટલે લવાયા હતા.જ્યારે મોરબીના લખધીરપુર ગામે રહેતા ભાવીશાબેન હસમુખભાઈ ખાણધર નામની ૩૨ વર્ષીય મહિલાને દવાની અસર થતા તેઓને સારવાર માટે અહીંની મંગલમ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા તેણીનો લગ્નગાળો દશ વર્ષનો હોવાનું મોરબી તાલુકા પોલીસે જણાવીને બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે.




Latest News