મોરબીમાં ક્રાંતિ જ્યોત પાસે બાઇક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃધ્ધનું સારવારમાં મોત, ગુનો નોંધાયો
મોરબીમાં યુવાને પોતાના ઘરે ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત
SHARE
મોરબીમાં યુવાને પોતાના ઘરે ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત
મોરબીમાં સબજેલની સામેના ભાગમાં આવેલ વિસ્તારમાં રહેતા યુવાને પોતાના ઘરની અંદર કોઈ કારણોસર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના લીલાપર રોડ ઉપર આવેલ સબજેલની સામેના ભાગમાં આવેલ વિસ્તારમાં રહેતા રણછોડભાઈ પરમારના ૧૮ વર્ષના દીકરા સુનીલે પોતાના ઘરની અંદર કોઈ કારણોસર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને સુનીલના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં એએસઆઈ જયપાલસિંહ ઝાલા સાથે વાત કરતાં તેઓએ જણાવ્યુ હતું કે, આપઘાત કરી લેનાર યુવાન માનસિક અસ્થિર હતો અને તેને કોઈ કારણોસર આપઘાત કરી લીધેલ છે