વાંકાનેરના વરડુસર ગામની સીમમાંથી બંદૂક સાથે એક શખ્સ પકડાયો
SHARE
વાંકાનેરના વરડુસર ગામની સીમમાંથી બંદૂક સાથે એક શખ્સ પકડાયો
વાંકાનેર તાલુકાના વરડુસર ગામની સીમમાં રાતડીયા તરીકે ઓળખાતી વાડી પાસેથી જામનગરી દેશી બનાવટની સિંગલ બેરલ બંદૂક સાથે એક શખસ મળી આવ્યો હતો જેથી પોલીસે તેને પકડીને તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.
જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના વરડુસર ગામની સીમમાં રાતડીયા તરીકે ઓળખાતી વાડીના શેઢા પાસેથી પસાર થતાં રાજેશભાઈ છગનભાઈ સેટાણીયા જાતે કોળી (ઉંમર ૩૭) ને રોકીને પોલીસે ચેક કરતાં તેના કબ્જામાંથી દેશી બનાવટની મજર લોડ સિંગલ બેરલ બંદૂક મળી આવી હતી જેથી પોલીસે ત્રણ હજાર રૂપિયાની કિંમતનું હથિયાર કબ્જે કરીને રાજેશભાઈ છગનભાઈ સેટાણીયાની ધરપકડ કરી છે અને તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને આરોપી સામે આગળની કાર્યવાહી હાથ ધરેલ છે અને આ શખ્સ પાસે હથિયાર ક્યાંથી આવ્યું હતું અને શા માટે તે પોતાની પાસે હથિયાર રાખતો હતો..? તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
મારામારીમાં ઇજા
મોરબીના વીસીપરામાં આવેલ રોહીદાસપરામાં રહેતા મોહનભાઈ કેશુભાઈ નામના ૪૫ વર્ષીય યુવાનને તેના ઘરે ઝઘડો થતાં ઇજાગ્રસ્ત મોહનભાઈને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.
મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ દ્વારા છત્રપતિ શિવાજીની પ્રતિમાને હારતોરા કરાયા
આધ્ય રાષ્ટ્રવાદી હિંદુ મહાનાયક યુવાઓના આદર્શ છત્રપતિ શિવાજી મહારાજની જન્મજ્યંતિ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ દ્વારા છત્રપતિ શિવાજી સર્કલ સબજેલ ચોક ખાતે આવેલા છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને ફૂલહાર કરીને શિવાજી જયંતિ ઉજવવામાં આવી હતી.આ તકે વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ કમલેશ બોરીચા, વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષ મહેન્દ્રભાઈ સવસાણી, વિજયભાઈ કુંભરવાડીયા, જગદીશભાઈ રાઠોડ ઈશ્વરભાઈ કંજારીયા, જીતુભાઈ ચાવડા વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને ગૌરક્ષા કાર્યકર ભાઈઓ હાજર રહ્યા હતા.