મોરબી : આવતી કાલે ૫૦ થી વધુ લેખક-કવિઓના પુસ્તકોનો એકીસાથે યોજાશે વિમોચન સમારોહ
SHARE
મોરબી : આવતી કાલે ૫૦ થી વધુ લેખક-કવિઓના પુસ્તકોનો એકીસાથે યોજાશે વિમોચન સમારોહ
ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને એશિયા બુક ઓફ રેકોર્ડમાં નોંધાસે ૫૦ થી વધુ કવિ-લેખકોના પુસ્તકોનો વિમોચન સમારોહ
આવતી કાલ તા.૨૨ ને મંગળવારના રોજ ૫૦ થી વધુ લેખક-કવિઓના પુસ્તકોનું એકી સાથે વિમોચન સમારોહ યોજાનાર છે.તા.૨૨ ના રોજ મોરબીના કવિ લેખક રાજુભાઇ વ્યાસના પુસ્તકનું પણ વિમોચન થવા જઇ રહ્યુ છે.કાર્યક્રમની જાણવા મળતી વિગત મુજબ,સ્વતંત્રતાનાં અમૃતપર્વની અનોખી ઉજવણી કરવા માટે નેક્ષસ સ્ટોરીઝ પબ્લિકેશન અને સંકલ્પ સાહિત્ય સર્જન સમૂહ દ્વારા તા.૨૨ ફેબ્રુઆરીનાં રોજ એકીસાથે ૫૦ થી વધુ લેખક અને કવિનાં પુસ્તકોનું વિમોચન કરીને વિક્રમ સ્થાપિત કરવા જઈ રહ્યા છે.જેની નોંધ ઇન્ડિયા બુક ઑફ રેકોર્ડ અને એશિયા બુક ઓફ રેકોર્ડમાં થવાની છે.તા.૨૨-૨ ના ઓનલાઈન આયોજીત થનારા આ કાર્યક્રમમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાનાં પુસ્તકોનું વિમોચન થવાનું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે માત્ર ૨ મહિનાનાં ટૂંકા સમયમાં આ પુસ્તકો પ્રકાશિત થઈ વિમોચન થવા જઈ રહ્યા છે જેમાં. વાર્તાઓ, બાળકથા, બાળ કાવ્યો, કવિતાઓ, ગઝલ, પ્રવાસ નિબંધ, સંસ્કૃત સુભાષિતો, આરોગ્યલક્ષી, દેશભક્તિના, નવલકથા વગેરે પ્રકારનાં પુસ્તકોનો સમાવેશ થયો છે.સંકલ્પ સાહિત્ય સર્જન સમૂહ અને નેક્ષસ સ્ટોરીઝ પ્રકાશનનો વિમોચન કાર્યક્રમ તારીખ ૨૨-૨-૨૨ નાં ઓનલાઈન રહેશે તથા તેનું જીવંત પ્રસારણ The Reader Sacho YouTube ચેનલ અને નેક્ષસ સ્ટોરીઝ પબ્લિકેશનના ફેસબુક પેજ ઉપર નિહાળી શકાશે. મોરબીના જાણીતા કવિલેખક રાજુભાઈ વ્યાસના પુસ્તકને પણ તેમાં સ્થાન મળતા તેમના પર ઠેર ઠેરથી અભિનંદન વર્ષા થઈ રહી છે.