યુક્રેન અભ્યાસ માટે ગયેલ મોરબીની વિદ્યાર્થીની ફસાઈ છે ત્યાં રશિયાનો હુમલો હાલમાં ચાલુ
મોરબી પાલિકામાં મહિલા કર્મચારીનો આત્મવિલોપનનો પ્રયાસ
SHARE
મોરબી પાલિકામાં મહિલા કર્મચારીનો આત્મવિલોપનનો પ્રયાસ
મોરબી પાલિકામાં કર્મચારીઓની બદલી કરવામાં આવી છે ત્યારે પાલિકાના એક મહિલા કર્મચારી નારાજ થયા હતા અને તેને ચીફ ઓફિસર સાથે અભદ્ર વ્યવહાર કર્યો હતો જેથી ચીફ ઓફિસરે તેને સસ્પેન્ડ કરેલ છે ત્યારે તે મહિલા કર્મચારીએ પેટ્રોલ છાંટીને પાલિકામાં જ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો
મોરબી પાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ ચોથા વર્ગના ૧૫ કર્મચારીઓની બદલી કરી છે જેથી નારાજ થયેલા મહિલા કર્મચારીએ ચીફ ઓફિસરની ઓફિસમાં જઈને તેની બદલીનો વિરોધ કર્યો હતો અને સોનલબેન નામના મહિલા કર્મચારીએ ચીફ ઓફિસર સાથે અભદ્ર ભાષાના ઉપયોગ કર્યો હતો જેથી કરીને તેને ચીફ ઓફિસરે સસ્પેન્ડ કર્યા હતા અને ઉશ્કેરાયેલા આ મહિલા કર્મચારીએ પાલિકામાં પેટ્રોલ છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો જેથી કરીને પોલીસને ઘટના સ્થળે બોલાવી હતી અને મહિલા કર્મચારીએની અટકાયત કરી રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી