મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના કલાવડી પાસે ચાલતા ચાલતા પડી ગયેલા યુવાનને માથામાં ઇજા થવાથી મોત


SHARE







વાંકાનેરના કલાવડી પાસે ચાલતા ચાલતા પડી ગયેલા યુવાનને માથામાં ઇજા થવાથી મોત

વાંકાનેર તાલુકાના કલાવડી ગામ પાસેથી ચાલતા ચાલતા જઈ રહેલ યુવાન કોઈ કારણોસર પડી જતા તેને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી જેથી તે યુવાનનું મૃત્યુ નિપજ્યુ છે જેથી તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે રાજકોટમાં જામનગર રોડ પર આવેલ સંજયનગર-૨ માં રહેતો આરીફ અકબરભાઈ બ્લોચ નામનો ૪૨ વર્ષીય યુવાન વાંકાનેર તાલુકાના કલાવડી ગામ પાસેથી ચાલતા ચાલતા જઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણસર તે પડી જતા તેને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી અને તેનું મૃત્યુ નીપજયું હતું જેથી કરીને યુવાનના મૃતદેહને પીએમ માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ત્યાર બાદ અકસ્માત મૃત્યુ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 આધેડનું મોત 

વાંકાનેર તાલુકાના જાલીડા ગામે આવેલ રોયલ સિરામિકમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા રામકૃષ્ણ સૂરુદિન કોરી મુનકર (૫૦) નામના આધેડને ચક્કર આવતા તે પડી ગયા હતા અને તેને ત્યારબાદ બેભાન અવસ્થામાં વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા અને ત્યારે ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરતાં આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.




Latest News