મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત
Breaking news
Morbi Today

યુક્રેન અભ્યાસ માટે ગયેલ મોરબીની વિદ્યાર્થીની ફસાઈ છે ત્યાં રશિયાનો હુમલો હાલમાં ચાલુ


SHARE







યુક્રેન અભ્યાસ માટે ગયેલ મોરબીની વિદ્યાર્થીની ફસાઈ છે ત્યાં રશિયાનો હુમલો હાલમાં ચાલુ

 મોરબીથી ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા વિદેશ જતાં હોય છે આવી જ રીતે યુક્રેનમાં પણ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ગયા છે જેમાં વધુ એક વિદ્યાર્થીની યુક્રેનમાં ફસાઈ હોવાનું સામે આવ્યું છે. અને આ વિદ્યાર્થીની જે યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે ત્યાં રજા જાહેર મોડી કરી હતી અને તે ત્યાંથી આવવા માટે એરપોર્ટ ઉપર જવાના હતા ત્યાર પહેલા જ રશિયાએ એરપોર્ટ ઉપર હુમલો કર્યો હતો જેથી તે ત્યાંથી નીકળી શકેલ નથી.

મોરબીનો કુલદીપ દીપકભાઈ દવે નામનો યુવાન અભ્યાસ કરવા માટે યુક્રેન ગયો છે અને તે હાલમાં હુમલા વચ્ચે તે ફસાયો ચ તેવી માહિતી ગઇકાલે સામે આવી હતી તેવામાં મોરબીમાં આવેલ મહાત્મા ગાંધી વિદ્યાલયના સંચાલક લાલજીભાઈ કૂનપરાની દીકરી શૈલજા કુનપરા યુક્રેનમાં અભ્યાસ કરવા માટે ગયેલ છે અને ત્યાં માયકોલાઇવ સિટીમાં આવેલા બ્લેક સી નેશનલ યુનિવર્સિટીમાં એમબીબીએસનો અભ્યાસ કરી રહી છે અને તે હાલમાં છેલ્લા વર્ષમાં છે ત્યારે રશિયા દ્વારા હુમલો કરવામાં આવતા તે ત્યાં ફસાઈ ગયેલ છે જો કે, શૈલજાના કહેવા મુજબ યુક્રેનમાં રશિયન આર્મી છવાઈ ગઈ છે. પરંતુ સિવિલયનને હુમલાનો ડર નથી. પણ હવાઈ હુમલાનું જોખમ સતત રહે છે.

સમસ્ત બ્રહ્મસમાજની માંગ

મોરબીનો વિદ્યાર્થી કુલદીપ દીપકભાઈ દવે અહીથી એમબીબીએસના અભ્યાસ માટે યુક્રેન ગયો છે ને ત્યાં તે ટાર્નોપિલ શહેરમાં ફસાયેલ છે અને હાલમાં ત્યાં યુધ્ધ ચાલી રહ્યું છે ત્યારે તેને મોરબી સુરક્ષિત પાછો લાવવા માટે સમસ્ત બ્રહ્મસમાજ મોરબી પ્રમુખ કિશોરભાઈ શુક્લ, મહામંત્રી કૅયુરભાઈ પંડ્યા તથા અમુલભાઇ જોષી દ્વારા ટ્વિટરના માધ્યમથી વહીવટી તંત્ર પાસે માંગણી કરેલ છે.




Latest News