મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના જડેશ્વર, રફાળેશ્વર, અગ્નેશ્વર, નીલકંઠ, બિલેશ્વર સહિતના મહાદેવ મંદિરમાં ભક્તોએ પૂજન-અર્ચન અને દર્શન કરીને ધન્યતા અનુભવી


SHARE











મોરબીના જડેશ્વરરફાળેશ્વર, અગ્નેશ્વર, નીલકંઠ, બિલેશ્વર સહિતના મહાદેવ મંદિરમાં ભક્તોએ પૂજન-અર્ચન અને દર્શન કરીને ધન્યતા અનુભવી

સમગ્ર દેશ અને દુનિયામાં શિવરાત્રી પર્વની ઉજવણી થઈ રહી હતી ત્યારે જો વાત કરીએ મોરબી જિલ્લાની તો મોરબીની બાજુમાં રતન ટેકરી ઉપર આવેલ સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરે ન માત્ર ગુજરાત પરંતુ ગુજરાત બહાર અન્ય રાજ્યોમાંથી પણ લોકો શિવજીના દર્શન કરવા માટે આવ્યા છે અને પૂજન અર્ચન કરીને ધન્યતા અનુભવ હતી આવી જ રીતે મોરબીના રફાળેશ્વર, અગ્નેશ્વર, નીલકંઠ, બિલેશ્વર, હાટકેશ્વર સહિતના મહાદેવ મંદિરમાં ભક્તોએ પૂજન-અર્ચન અને દર્શન કરીને ધન્યતા અનુભવી હતી

શિવરાત્રીના દિવસે શિવજીના પૂજન અર્ચનનો અનેરો મહિમા હોય છે જેથી કરીને દેશના દરેક ખૂણામાં આવેલા શિવમંદિરોમાં ભક્તો દ્વારા શિવરાત્રીના દિવસે વિશેષ પૂજન અર્ચન અને મહાઆરતી મહાપ્રસાદ સહિતના આયોજનો કરવામાં આવતા હોય છે ત્યારે જ વાત કરીએ મોરબી જિલ્લાની તો મોરબીની નજીક રતન ટેકરી ઉપર આવેલ સ્વયંભુ જડેશ્વર મહાદેવ મંદિર ખાતે દર વર્ષે શિવરાત્રીના દિવસે પૂજન અર્ચન અને મહાપ્રસાદ સહિતના આયોજનો કરવામાં આવે છે

મોરબીના રફાળેશ્વર, અગ્નેશ્વર, નીલકંઠ, બિલેશ્વર, હાટકેશ્વર સહિતના મહાદેવ મંદિરમાં ભક્તોએ પૂજન-અર્ચન અને દર્શન કરીને ધન્યતા અનુભવી હતી અને ખાસ કરીને રફાળેશ્વર મહાદેવ મંદિરે શિવરાત્રિ નિમિતે મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેથી કરીને મેળાને માણવા માટે ન માત્ર મોરબી કે સૌરાષ્ટ્ર પરંતુ ગુજરાતના જુદાજુદા જિલ્લાઓમાંથી લોકો આવ્યા હતા આ ઉપરાંત અગ્નેશ્વર, નીલકંઠ, બિલેશ્વર, શોભેશ્વર, હાટકેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા માટે શિવભક્તોની લાઈનો લાગી હતી

આવી જ રીતે શિવરાત્રીના દિવસે વાંકાનેરના યુવરાજ કેસરીસિંહ ઝાલા સહિતના અનેક શિવ ભકતોએ શિવજીનું પૂજન અર્ચન કર્યું હતું અને ધન્યતા અનુભવી હતી અને ખાસ કરીને હાલમાં સમગ્ર ભારત દેશ અને દુનિયામાં જે કોરોનાની મહામારી છે તેમાંથી લોકોને મુક્તિ મળે તેવી પ્રાર્થના અને દાદાને કરી હતી તેની સાથે સાથે વિશ્વ યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે તેમાં પણ શાંતિ સ્થપાય તેવી પણ અનેક શિવભકતો દ્વારા શિવજીને પ્રાર્થના કરવામાં આવી હતી

અત્રે ઉલ્લેખનીય છે કેદેવાધી દેવ મહાદેવ કૈલાસપતિ બાર જ્યોતિર્લિંગ સ્વરૂપે ભારતના પ્રત્યેક વિસ્તારમાં વર્ષોથી સાક્ષાત બિરાજમાન છે જો કેઆ બાર પૈકી પહેલું અને સર્વ શ્રેષ્ઠ જોયતિર્લિંગ સૌરાષ્ટ્રમાં સોમનાથ મહાદેવ છે અને જડેશ્વર મહાદેવ સ્વયંભૂ પ્રગટ થયા છે માટે તેનુ મહત્વ પણ જ્યોર્તિલીંગ જેટલુ જ છે જેથી કરીને શિવરાત્રીના દિવસે અનેક શિવ ભક્તોએ શિવજીના દર્શન અને પૂજનનો લાભ લીધો હતો






Latest News