મોરબી જિલ્લા પોલીસ કંટ્રોલરૂમના એએસઆઈ મનુભા ગઢવીને વિદાયમાન અપાયું
વાંકાનેરના લુણસરની બે વિદ્યાર્થીનીઓ પુસ્તક વાંચન સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા
SHARE
વાંકાનેરના લુણસરની બે વિદ્યાર્થીનીઓ પુસ્તક વાંચન સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા
મોરબી જિલ્લા પ્રોજેક્ટ કચેરી અને વાંકાનેર બી.આર.સી ભવન દ્વારા બીઆરસી ભવન ખાતે તાલુકા કક્ષાની પુસ્તક વાંચન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રાથમિક વિભાગમાં ધો.૬ ની સ્પર્ધામાં વાંકાનેર તાલુકાની લુણસર તાલુકા શાળાની વિદ્યાર્થીની વસીયાણી સૃષ્ટિબેન જયેશભાઈ પ્રથમ ક્રમે વિજેતા થયેલ હતી. અને ધો.૮ ની સ્પર્ધામાં વસીયાણી ધ્રુવીબેન નરેન્દ્રભાઈ પ્રથમ ક્રમે વિજેતા થયેલ છે આમ તાલુકા કક્ષાની સ્પર્ધામાં બંને વિદ્યાર્થિનીઓએ લુણસર તાલુકા શાળા તેમજ લુણસર ગામનું ગૌરવ વધારેલ છે માટે શાળાના આચાર્ય ગોસરા કમલેશભાઈ તેમજ શાળાના સ્ટાફે તે બંનેને અભિનંદન પાઠવ્યા છે અને જિલ્લાકક્ષાએ તેઓ વિજેતા બને તેવી શુભકામનાઓ પાઠવી છે