મોરબીમાં યુવાનની હત્યાના ગુનામાં એક આરોપીની ધરપકડ
SHARE
મોરબીમાં યુવાનની હત્યાના ગુનામાં એક આરોપીની ધરપકડ
મોરબીમાં યુવાનની સાથે અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને ત્રણ શખ્સો દ્વારા યુવાન ઉપર ધરમપુર ગામના પાટિયા પાસે હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે આરોપી છરી મારવા જતાં ભાગવા ગયેલા યુવાનને મારી નાખવાના ઇરાદે માથામાં લોખંડના સળીયાનો ઘા ઝીંકવામાં આવ્યા હતા અને અન્ય બે યુવાનોને પણ માર માર મારવમાં આવ્યો હતો જેથી ગંભીરપણે ઘવાયેલ યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યા બાદ અન્ય એક ઇજા પામેલ યુવાને ત્રણ શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી.જો કે જે યુવાનના માથામાં સળીયો ફટકારવામાં આવ્યો હતો.તે યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો અને હાલ બનાવ સંદર્ભે હત્યાની કલમનો ઉમેરો કરીને મર્ડરના ગુનામાં મુખ્ય આરોપીની તાલુકા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હોવાનું અને અન્ય બેની શોધખોળ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ખત્રીવાડ મેઇન રોડ ઉપર રહેતા મૂળ ઉતરપ્રદેશના રહેવાસી મોહીતકુમાર ઉદયભાન સેહગલ જાતે કઠેરીયા (ઉ.૨૨) એ જેતે સમયે દેવેન્દ્રશીંગ ઉર્ફે બીંદુ, આનંદશીંગ સેગલ તથા બીપીન ઉર્ફે બીપી રહે.ત્રણેય વાવડી રોડ, સોમૈયા સોસાયટી મોરબી વાળાની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતુ કે, ગત તા.૨૧-૨ ના સાંજના છએક વાગ્યાના અરસામાં મોરબી તાલુકાના કંડલા બાયપાસ રોડ ઉપર ધરમપુર ગામના પાટીયા પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ફરીયાદીને આરોપી દેવેન્દ્રશીંગ ઉર્ફે બીંદુ સાથે અગાઉ ઝઘડો થયેલ હતો તે બાબતનો ખાર રાખી આરોપી દેવેન્દ્રશીંગ ઉર્ફે બીંદુ, આનંદશીંગ સેગલ તથા બીપીન ઉર્ફે બીપીએ આવી ફરીયાદીને મુંઢ માર માર્યો હતો તેમજ આરોપી બીપીન ઉર્ફે બીપીએ સાહેદ ઉદયસિંગ પ્રભુદયાલસિંગને પકડી રાખીને આરોપી આનંદશીંગ છરીનો ઘા મારવા જતા ઉદયસિંગ પ્રભુદયાલસિંગ છટકીને ભાગવા જતા આરોપી પૈકીના દેવેન્દ્રશીંગ ઉર્ફે બીંદુએ ઉદયસિંગને જાનથી મારી નાખવાના ઇરાદે માથામાં લોખંડના સળીયાના ઘા મારી ગંભીર ઇજા કરી હતી અને મારી નાખવાની ધમકી આપી હતી જે ફરીયાદ આધારે મોરબી તાલુકા પોલીસે ઉપરોકત ત્રણે શખ્સોની સામે કલમ ૩૦૭(હત્યાની કોશીસ), ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨),૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.
જોકે ગંભીરપણે માથામાં સળીયો ફટકારવામાં આવેલ હોય ઉદયસિંહ પ્રભુદયાલસિંગ (ઉમર ૪૫) નામના યુવાનને સારવારમાં ખસેડાયો હતો જયાં સારવાર દરમિયાન ઉદયસિંગનું મોત નીપજ્યું હતુ. જેથી કરીને મારામારીનો ઉપરોક્ત બનાવ હત્યામાં પલટાયો હતો અને ત્યારબાદ કલમ ૩૦૨ (હત્યા) ની કલમનો ઉમેરો કરીને હાલમાં મુખ્ય આરોપી એવા દેવેન્દ્રસિંહ ઉર્ફે બિંદુ છતરસિંહ કલન્દરસિંહ સેહગલ જાતે રાજપૂત (ઉમર ૨૩) હાલ રહે.સોમૈયા સોસાયટી વાવડી રોડ મોરબી મૂળ રહે.ઉતરપ્રદેશ વાળાની હાલમાં તાલુકા પીઆઈ વી.એલ.પટેલ તથા સ્ટાફ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે.તેમજ પોલીસે કરેલી તપાસમાં ખૂલ્યું હતું કે જે તે સમયે ફરીયાદમાં જણાવાયેલ આનંદસિંહ અને બિપીન આ ગુનામાં સંડોવાયેલા ન હતા.જોકે દેવેન્દ્રસિંહ ઉર્ફે બિંદુ સેહગલની સાથે જેતે સમયે રામ નરેશ ભદોરીયા અને પુષ્પેન્દ્ર મારામારીમાં સંડોવાયેલા હોય હાલ મર્ડરના ગુનામાં દેવેન્દ્રસિંહ ઉર્ફે બિંદુ સેહગલની ધરપકડ કરવામાં આવેલી છે અને તેની સાથે ઉપરોક્ત બનાવમાં સંડોવાયેલ રામ નરેશ ભદોરીયા અને પુષ્પેન્દ્ર નામના ઇસમોની હાલમાં તાલુકા પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હોવાનું સુત્રોમાંથી જાણવા મળેલ છે.