ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતીદેવડીમાં રિક્ષા ધીમે ચલાવવાનું કહી પિતા-પુત્રોએ યુવાનને માર માર્યો : જાનથી મારી નાખવાની ધમકી


SHARE







વાંકાનેરના રાતીદેવડીમાં રિક્ષા ધીમે ચલાવવાનું કહી પિતા-પુત્રોએ યુવાનને માર માર્યો : જાનથી મારી નાખવાની ધમકી

 

વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામ પાસેથી રિક્ષા લઈને પસાર થઈ રહેલા યુવાનને રીક્ષા ધીમે ચલાવવા કહયું હતું ત્યારે યુવાને રીક્ષા ઉભી રાખીને રીક્ષા જોઈને ધીમે ચલાવવું છું તેવું કહેતા ઉશ્કેરાયેલા પિતા પુત્રોએ તેને ઢીકાપાટુનો અને લોખંડના પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાનને સારવાર લીધા બાદ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે હાલમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

 જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામે રહેતા અને રિક્ષા ચલાવતા નીતિનભાઈ કાંતિભાઈ વોરા (ઉમર ૨૪) પોતાની સીએનજી રીક્ષા નંબર જીજે ૩૬ યુ ૨૬૭૨ લઈને નવી રાતીદેવડી ગામ પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે ગૌતમભાઈ બળવંતભાઈ વોરા, પ્રશાંતભાઈ બળવંતભાઈ વોરા અને તેના પિતા બળવંતભાઈ ગોકળભાઈ વોરાએ તેને તેની રીક્ષા ધીમે ચલાવવા માટે કહ્યું હતું ત્યારે નીતિનભાઈએ પોતાની રિક્ષા ઉભી રાખીને રીક્ષા જોઈને ધીમે ચલાવવું છું તેવું કહેતા આરોપીઓને સારું લાગ્યું ન હતું જેથી કરીને તેને ગાળો આપી હતી અને ઢીકાપાટુનો મારમાર્યો હતો અને ત્યારબાદ ગૌતમભાઈ અને પ્રશાંતભાઈએ તેને લોખંડના પાઇપ વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

અકસ્માતમાં ઇજા 

હળવદ થી વેગડવાવ તરફ જવાના રસ્તા ઉપર આવતી ફાટક પાસેથી દિલીપભાઈ પોતાનું બાઇક લઇને જતા હતા ત્યારે રીક્ષા નંબર જીજે ટીઇ ૭૦૧૨ ના ચાલકે તેમને હડફેટે લીધા હતા જેથી કરીને દિલીપભાઈને માથા, મોઢા, છાતી અને જમણા પગમાં ઇજાઓ થઇ હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના બનાવમાં મનસુખભાઈ જેરામભાઈ કણજારીયા જાતે દલવાડી (ઉંમર ૪૫)એ રિક્ષા ચાલકની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News