મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે
Breaking news
Morbi Today

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. આયોજિત વિમેન્સ ટી-૨૦ લીગમાં મોરબીના નિશાંત જાનીને હેડ કોચની જવાબદારી 


SHARE







સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. આયોજિત વિમેન્સ ટી-૨૦ લીગમાં મોરબીના નિશાંત જાનીને હેડ કોચની જવાબદારી 

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન દ્વારા ટી-૨૦ લીગનું આયોજન કરવામાં આવ્યું છે જે મહિલા ટી-૨૦ લીગમાં ટીમ રેડના હેડ કોચ તરીકે મોરબીના કોચ નિશાંત જાનીને એપોઇન્ટ કરીને જવાબદારી સોપવામાં આવી છે ટી-૨૦ લીગમાં ટીમ રેડ, ટીમ ગ્રીન, ટીમ યેલો અને ટીમ બ્લુ એમ ચાર ટીમો ભાગ લેશે જેના માટે તા. ૫ થી ૭ દરમિયાન પ્રેક્ટીસ કેમ્પ યોજાયો હતો અને તા. ૮, ૯ અને ૧૦ ના રોજ લીગ મેચ રમાશે અને ૧૨ તારીખે ફાઈનલ મેચ રમાશે

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. દ્વારા વિમેન્સ માટેની સિલેકશન મેચનું આયોજન કરીને પ્રેસિડેન્ટ જયદેવ શાહ દ્વારા શુભ સંકેત આપવામાં આવ્યો છે અને મેન્સ ક્રિકેટ સાથે વિમેન્સ ક્રિકેટને આગળ લઇ જવાના તેના સંકલ્પને ઉજાગર કરે છે અને જયદેવ શાહ હાલ ટીમ ઇન્ડીયામાં પણ રીપ્રેઝન્ટેટીવ છે તેમજ કાન્તીભાઈ અમૃતિયા પણ મોરબી જીલ્લાના પ્રેસિડેન્ટ તરીકે ક્રિકેટને આગળ વધારો તેવી શુભેચ્છાઓ પાઠવી છે અને કોચ નિશાંત જાનીને અભિનંદન પાઠવ્યા છે




Latest News