મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના ગુલાબનગરમાં ગળાફાંસો ખાઇને પરિણીતાએ આપઘાત કર્યો


SHARE









મોરબીના ગુલાબનગરમાં ગળાફાંસો ખાઇને પરિણીતાએ આપઘાત કર્યો

મોરબીના ભક્તિનગર સર્કલ પાસે આવેલ ગુલાબનગર સોસાયટીની અંદર પરિણીતાએ પોતાના ઘરમાં ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની તપાસ શરૂ કરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના ભક્તિનગર સર્કલ પાસે આવેલા આનંદનગરની બાજુમાં ગુલાબનગરમાં રહેતા સુખદેવભાઈ ઉર્ફે સુખાભાઈ વિકાણીના પત્ની મીનાબેન (ઉંમર ૩૭)એ  પોતાના ઘરની અંદર પંખા સાથે ચુંદડી બાંધીને કોઈ કારણોસર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને મીનાબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતાં હાલમાં આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ.એસ. મેસવાણીયા તપાસ કરી રહ્યા છે




Latest News