મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

ટંકારા નજીક રીક્ષાને કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃધ્ધને સારવારમાં ખસેડાયા


SHARE









ટંકારા નજીક રીક્ષાને કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃધ્ધને સારવારમાં ખસેડાયા

ટંકારા નજીક રિલાયન્સ પેટ્રોલ પંપ પાસેથી રીક્ષા ચાલક પોતાની રિક્ષા લઈને જુના રસ્તા પર રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે કાર ચાલકે તેની રિક્ષાને અડફેટે લીધી હતી જેથી કરીને રિક્ષાચાલકને હાથે-પગે, અંગૂઠામાં અને પાંસળીમાં ઈજા થઈ હતી માટે તેને સારવારમાં ખસેડાયા હતા અને હાલમાં રિક્ષા ચાલકે કાર ચાલકની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના વાવડી રોડ ઉપર આવેલ ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા મામદભાઇ ખમીશાભાઇ ભુંગર જાતે સંધી (ઉ.૬૪) પોતાના હવાલા વાળી સીએનજી રીક્ષા નંબર જીજે ૩ એઝેડ ૬૦૧૭ લઈને ટંકારા તાલુકાના જુના રસ્તા પાસે રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે કાર નંબર જીજે ૩૬ એલ ૭૭૯૭ ના ચાલકે રીક્ષાને હડફેટે લીધી હતી જેથી કરીને મામદભાઇને હાથે પગે, અંગૂઠામાં અને છાતીના ભાગે પાસળીમાં ઇજાઓ થઇ હોવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ મામદભાઇએ કારના ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News