મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં યંગ ઇન્ડિયા દ્વારા હોળીની રાત્રીના યોજાશે વસંતોત્સવ ઉત્સવ


SHARE







મોરબીમાં યંગ ઇન્ડિયા દ્વારા હોળીની રાત્રીના યોજાશે વસંતોત્સવ ઉત્સવ

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આગામી હોળી-ધુળેટીની ગીત, ગઝલ અને સાહિત્યની મહેફિલ સાથે ઉજવણી કરવાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને હોળીની રાત્રે વસંતોત્સવ ઉજવાશે. અને વસંતોત્સવમાં જાણીતા કલાકારો દ્વારા ગીત-ગઝલ-મુશાયરાની રંગારંગ મહેફિલ જામશે

મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા હોળીની રાત્રે એટલે કે તા.૧૭ માર્ચને ગુરુવારે રાત્રે ૯:૩૦ કલાકે સ્કાઈ મોલ, શનાળા રોડ મોરબી ખાતે વસંતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને હોળીમાં ફાગુન ગીતો ગાવાની વર્ષોથી પરંપરા હોવાથી હોળીની રાત્રે ફાગુનના ગીતો તેમજ સાહિત્યની જમાવટ કરવામાં આવશે. જેમાં ગીત-ગઝલ-મુશાયરાની રંગારંગ મહેફિલ જામશે. આ મહેફિલમાં ડો. શૈલેષભાઈ રાવલ, યુનુસભાઈ શેખ તેમજ સાહિલભાઈ બ્લોચ પોતાની ગાયકીના જાદુથી ગીત, ગઝલ અને સાહિત્યની મહેફિલમાં ચાર ચાંદ લગાવશે. યંગ ઇન્ડિયાના દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, ફાગ ગાવાએ આપણી ભારતીય સંસ્કૃતિનું સોહાર્દ છે. એટલે જ આ પરંપરા જાળવી રાખવા માટે અને ફાગુનના સાહિત્યને ઉજાગર કરવા માટે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આ એક નાનકડી પહેલ કરવામાં આવી છે.

ભરતી મેળાનુ ૧૫ માર્ચે આયોજન

મોરબી દ્વારા તા.૧૫-૩ ના રોજ સવારે ૧૧ કલાકે ધી.વી.સી ટેકનીકલ હાઇસ્કૂલ, હાઇસ્કૂલ હોલ, વી.સી.ફાટક નજીક, મોરબી ખાતે ઓધોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે.  જેમાં મોરબી  જિલ્લાઓના  ખાનગી ક્ષેત્રાના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. જેથી ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોન મેટ્રીક, એસએસસી, એચએચસી, આઇટીઆઇ કે સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ, તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇજના ફોટોગ્રાફ, બાયોડાટા ,આધાર કાર્ડ વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે,  નિયત સમયે  અને તારીખે અચુક ઉપસ્થિત રહેવા. રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહી કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે. તેમ જિલ્લા રોજગાર અધિકારીએ યાદીમાં જણાવ્યું છે




Latest News