મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા પંચાયત પાસે ખનીજચોરી કરતા ઇસમો દ્રારા તોડી પડાયેલ લોખંડની એંગલ કયારે રીપેરીંગ કરાશે..?


SHARE









મોરબી જીલ્લા પંચાયત પાસે ખનીજચોરી કરતા ઇસમો દ્રારા તોડી પડાયેલ લોખંડની એંગલ કયારે રીપેરીંગ કરાશે..?

મોરબીના સામાકાંઠે જીલ્લા પંચાયત કચેરીના ગેઇટ પાસે આવેલ લોખંડની એંગલ છેલ્લા ઘણા સમયથી તુટી ગયેલ છે.જોકે તુટી ગયેલ છેકે ખનીજચોરીના વાહનો પસાર કરવા માટે એંગલો તોડી નાંખવામાં આવેલ છે..? તે તપાસનો વિષય છે ત્યારે હવામાં મોતના માંચડાની જેમ લટકતી એંગલ કોઈ જાનહાની સર્જે તે પુર્વે એંગલને બદલવામાં આવે કે રીપેરીંગ કરવામાં આવે તેવી જીલ્લા કલેકટરને લેખીત રજૂઆત કરવામાં આવેલ છે.

મોરબીના સામાકાંઠે જિલ્લા પંચાયત કચેરીના ગેઇટની પાસે લોખંડની એંગલ લગાવવામાં આવી હતી જેથી કરીને અહીંથી ભારે વાહનોની અવરજવર અટકાવી શકાય.પરંતુ રાજકીય આગેવાનો અને અધિકારીઓની મિલીભગતને લઈને મોરબી જીલ્લામાં ખનીજચોરો બેફામ બન્યા છે અને ગાંધીનગર કક્ષાએથી વિજીલન્સ ટીમ પણ સમયાંતરે ધ્યાન આપતી ન હોય તેવો ઘાટ છે તેને લીધે કરોડોની સરકારી સંપત્તિને બેરોકટોકપણે પરિવહન કરવામાં આવે છે.મુખ્ય રસ્તાઓ ઉપર વાહન પકડાય નહીં તે માટે શોર્ટકટના રસ્તાઓ શોધીને ત્યાંથી વાહનો પસાર કરવામાં આવતા હોય છે.તે રીતે જ અનેક જગ્યાઓએ લગાવવામાં આવેલી આવી લોખંડની ગ્રીલ તોડી પાડવામાં આવેલી છે.

જેમકે મોરબીના બેઠા પુલમાં આવવા જવાના બંને રસ્તે લગાવવામાં આવેલી લોખંડની મસમોટી ગ્રીલ પણ તોડી પાડવામાં આવેલ છે.તે રીતે જ સામાકાંઠે ઉમા ટાઉનશીપ પાસે અને સર્કિટ હાઉસની સામે રોડ ઉપર બંને તરફ લગાવવામાં આવેલી લોખંડની મસમોટી તોતિંગ એંગલો(ગ્રીલ) પણ ખનીજ ચોરો દ્વારા ખનીજચોરીના શોર્ટકટ માટે તોડી પાડવામાં આવે છે તે રીતે જ સોઓરડી ચોકમાં કલેકટર કચેરી પાસે ભારે વાહનોના પ્રતિબંધ માટે લગાવવામાં આવેલી આ લોખંડની ગડર(ગ્રીલ) ને છેલ્લા ઘણા સમયથી તોડી પાડવામાં આવેલ છે.

પરંતુ અહીંથી પસાર થતાં અધિકારીઓને કે પદાધિકારીઓને આ નજરમાં આવતું ન હોય અંતે અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ સુરેશ શીરોહિયા અને નગરપાલિકાના પ્રમુખ જશવંતીબેન શિરોહીયા દ્વારા જીલ્લા કલેકટર સમક્ષ લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે. તેઓએ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ મોરબી જીલ્લા પંચાયત કચેરીના દરવાજાની પાસે જે લોખંડની એંગલ મુકવામાં આવેલ તે છે એંગલ તુટી ગયેલ છે અને અકસ્માત સર્જાવાની ભીતિ રહેતી હોય  કોઈ અનિચ્છનીય અકસ્માત બનાવ બને તે પુર્વે તાત્કાલિક એંગલનું સમારકામ કરાવવામાં આવે તેવી માંગ કરાયેલ છે.



Latest News