મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાનાં ૪૨,૫૭૦ બાળકોને આજથી કોરોના વેકસીન આપવાનું શરૂ


SHARE







મોરબી જિલ્લાનાં ૪૨,૫૭૦ બાળકોને આજથી કોરોના વેકસીન આપવાનું શરૂ

મોરબી જિલ્લાનાં ૧૨ થી ૧૪ વર્ષનાં બાળકોને કોરોના વેકસીન આપવાનું આજથી શરૂ કરવામાં આવ્યું છે અને જિલ્લામાં આશરે કુલ ૪૨,૫૭૦ બાળકોને કોરોના વેકસીન (કોર્બીવેક્સ) આપવામાં આવશે જેમાં મોરબી તાલુકામાં ૧૭૯૪૬, ટંકારમાં ૫૨૫૭, માળીયા (મી.)માં ૩૧૧૧, વાંકાનેરમાં ૯૯૯૨, હળવદમાં ૬૨૬૪ વિદ્યાર્થીઓને તેઓની શાળામાં જ રસી આપવામાં આવશે

સરકારની સૂચના અનુસાર ગુજરાત રાજયમાં ૧૨ થી ૧૪ વર્ષ સુધીની ઉંમર ધરાવતા બાળકો ને કોરોના વેકસીન (કોર્બીવેક્સ) આપવા માટેનું આયોજન કરેલ હોય, તેના અનુસંધાને મોરબી જીલ્લામાં પણ આજથી ૧૨ થી ૧૪ વર્ષ સુધીની ઉંમર ધરાવતા બાળકો ને કોરોના વેકસીન આપવાનું શરૂ કરાયું છે અને શાળામાં વિદ્યાર્થી અભ્યાસ કરતાં હશે ત્યાં જ તેને વેક્સિન આપવામાં આવશે અને શાળામાં અભ્યાસ ન કરતા હોય તેવા ૧૨ થી ૧૪ વર્ષના બાળકો નજીકની શાળા કે આરોગ્ય સંસ્થાના કોર્બીવેક્સ રસીકરણ સેશનમાં રસી મેળવી શકશે. તેમજ અગાઉ ૬૦ વર્ષ થી વધુ વયના કોમોર્બીડીટી ધરાવતા નાગરીકોનેજ પ્રીકોશન ડોઝ આપવામાં આવતો હતો તા.૧૬ થી ૬૦ વર્ષથી વધુ વયના તમામ નાગરીકો પ્રિકોશન ડોઝ લઇ શકશે. ત્યારે મોરબી જીલ્લાના તમામ વિધાર્થી વિધાર્થીનીઓ તેમજ તમામ જાગૃત વાલીઓને મોરબી જિલ્લા પંચાયતના ચેરમેન હીરાભાઈ ટમારિયા તથા જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે.એમ.કતીરાએ તેમજ ડો વિપુલ કારોલીયાએ અપીલ કરી છે.

 

મોરબી જિલ્લા પેન્શનર સમાજની સામાન્ય સભા યોજાશે

મોરબી જિલ્લા પેન્શનર સમાજના આજીવન સભાસદો માટેની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આગામી તા. ૨૨ માર્ચને મંગળવારે સવારે ૯:૩૦ કલાકે સામાકાંઠે વેજીટેબલ રોડ ઉપર આવેલ પંચમુખી હનુમાનજીનું મંદિર ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલ છે અને ત્યારે રજિસ્ટ્રેશન પણ કરવામાં આવશે જેની ફી રૂપિયા ૨૦૦ રાખવામાં આવેલ છે. તેમ પ્રમુખ જે.એસ. ડાંગરે જણાવ્યુ છે 




Latest News