મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં બાંધકામ મંજૂરી વગરની મિલકતોના આસામીઓને પાલિકાના ફટકારી આખરી નોટિસ


SHARE







મોરબીમાં બાંધકામ મંજૂરી વગરની મિલકતોના આસામીઓને પાલિકાના ફટકારી આખરી નોટિસ

મોરબી શહેરમાં બાંધકામ મંજૂરી બાદ બાંધકામ વપરાશ અંગેના પ્રમાણપત્ર અને ફાયર એનઓસી માટે પાલિકા દ્વારા ધોકો પછાડવામાં આવ્યો છે. અને મોરબી પાલિકાના ફાયરબ્રિગેડ વિભાગ દ્વારા હાલમાં શહેરના રહેણાંક, વાણિજ્ય બાંધકામો તેમજ પાર્ટી પ્લોટ, સિનેમા હોલ અને સમાજની વાડી જેવા બાંધકામના ધારકોને નોટિસો આપવામાં આવી રહી છે

સરકારના આદેશ મુજબ પાલિકા વિસ્તારમાં બાંધકામ મંજૂરી બાદ બાંધકામ વપરાશ અંગેના પ્રમાણપત્ર ન હોય તેમજ ફાયર એનઓસી ન હોય તેવા બાંધકામોને સીલ કરવા કડક સૂચના આપવામાં આવી છે જેથી કરીને મોરબી પાલિકાના ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા આસામીઓને નોટિસો આપવામાં આવી રહી છે અને ફાયર વિભાગના અધિકારી દેવેન્દ્રસિંહ જાડેજા સાથે વાત કરતાં તેને કહ્યું હતું કે, ૧૫૦  જેટલા બહુમાળી, સુપર માર્કેટ તેમજ અન્ય કોમર્શિયલ બિલ્ડીંગો તેમજ હોલ, પાર્ટીપ્લોટ, સિનેમાઘર સહિતની મિલકતો કે જેના માલિકો પાસે બાંધકામ મજૂરી નથી તેને અત્યાર સુધીમાં બે નોટિસ આપવામાં આવી છે અને હાલમાં નિયમ મુજબ ત્રીજી આખરી નોટિસ આસામીઓને આપવામાં આવી છે જો બાંધકામ વપરાશનું પ્રમાણપત્ર કે ફાયર એનઓસી નહીં મેળવવામાં આવે તો મિલકતને સીલ કરવા માટેની કામગીરી કરવામાં આવશે




Latest News