મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં મંત્રી બ્રિજેશ મેરજાની ઉપસ્થિતમાં બ્લોસમ શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીમાં મંત્રી બ્રિજેશ મેરજાની ઉપસ્થિતમાં બ્લોસમ શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

મોરબીની બ્લોસમ કિડ્સ સ્કૂલમાં ભવ્યાતિભવ્ય સાંસ્કૃતિક યોજાયો હતો જેમાં મંત્રી બ્રિજેશ મેરજા તેના પરિવાર સાથે હાજર રહ્યા હતા અને તેઓની હાજરીમાં બાળકો અને વાલીઓએ અભિનયમાં ઓજસ પાથર્યા હતા. ત્યારે સ્કૂલ ચલે હમ, કાચા બદામ,પ્યાર કી પુંગી બજાદે, યહી ઉમ્ર હૈ કર લે ગલતી સે મિસ્ટેક, જંગલ થીમ સેવ બર્ડ,એક બિલાડી જાડી,સેવ વોટર, Tribute All India Doctor (Corona),Save Girl, Save Outdoor Game,Tribute Bipin Sir Ravat વગેરે વિષયો પર નાના ભૂલકાઓ કૃતિઓ રજૂ કરેલ હતી અને ભૂલકાઓની સાથે સાથે એમના વાલીઓએ પણ પ્રોગ્રામમાં પર્ફોર્મન્સ આપ્યું હતું જેમાં વિવિધ ફોટોગ્રાફ અને સ્લોગન સાથેના બેનર બનાવી સમાજને દરેક કૃતિ બાદ સુંદર મેસેજ પૂરો પાડેલ હતો આમ આ થીમ બેજ કાર્યક્રમ નિહાળી મંત્રી બ્રિજેશ મેરજા મંત્રમુગ્ધ બની ગયા હતા અને બ્લોસમ કિડ્સ સ્કૂલના બાળકોમાં સંસ્કાર અને દેશભક્તિની ભાવનાનું નિર્માણ કરવાની પ્રવૃત્તિઓને બિરદાવી હતી, આ પ્રસંગે પાલિકાના પ્રમુખ કે.કે.પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા તેમજ નગરપાલિકાના કોર્પોરેટરો હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા બ્લોસમ સ્ટાફ પરિવાર તેમજ નિમિષાબેન રાજેશભાઈ ભીમણીએ ખુબજ જહેમત ઉઠાવી હતી




Latest News