મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં સ્પેશિયલ ખેલ મહાકુંભમાં ખેલાડીઓ ૩૧ માર્ચ સુધીમાં રજીસ્ટ્રેશન કરી શકશે


SHARE







મોરબી જીલ્લામાં સ્પેશિયલ ખેલ મહાકુંભમાં ખેલાડીઓ ૩૧ માર્ચ સુધીમાં રજીસ્ટ્રેશન કરી શકશે

ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગરના ઉપક્રમે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં સ્પેશિયલ ખેલમહાકુંભ-૨૦૨૧નું આયોજન કરવામાં આવનાર છે. આ સ્પેશિયલ ખેલ મહાકુંભનો મુખ્ય ઉદ્દેશ રમતગમતનું વાતાવરણ ઉભું થાય અને ખેલદિલીને આગળ વધારવા તથા ગામ, શહેર, તાલુકા, જિલ્લા અને રાજ્ય લેવલે ખેલાડીઓની પ્રતિભા વધે તેમજ શારીરિક સ્વાસ્થ્ય ને તંદુરસ્ત રાખવાનો છે.

આ સ્પેશિયલ ખેલ મહાકુંભમાં MR(મનોદિવ્યાંગ), OH(અસ્થિવિષયક દિવ્યાંગ), Blind(અંધજન), HI(ડેફ) ખેલાડીઓ ભાગ લે તે હેતુથી જિલ્લા કક્ષા અને રાજ્ય કક્ષાએ વિવિધ રમતોનાં જુદા જુદા વયજુથમાં સમાવેશ કરી આયોજન કરવામાં આવનાર છે. સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન સંભવિત એપ્રિલ માસનાં પ્રથમ સપ્તાહમાં કરવાનું હોય જે અંગેના ફોર્મ તાલુકામાં બી.આર.સી.ભવન ખાતેથી તેમજ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી-રૂમ નં.૨૫૭, બીજો માળ, તાલુકા સેવા સદન, લાલબાગ ખાતે તા. ૩૧-૦૩-૨૦૨૨ સુધીમાં ફોર્મ ભરી જરૂરી આધાર પુરાવા સાથે પહોંચતા કરવા જિલ્લા રમત ગમત અધિકારી મોરબીની યાદીમાં જણાવાયું છે.




Latest News