મોરબી જીલ્લામાં સ્પેશિયલ ખેલ મહાકુંભમાં ખેલાડીઓ ૩૧ માર્ચ સુધીમાં રજીસ્ટ્રેશન કરી શકશે
મોરબીના બગથળા સહિતના ગામોમાં ચોરીઓને રોકવા એસપીના લોક દરબારમાં આગેવાનો-ઉદ્યોગકારોની રજૂઆત
SHARE









મોરબીના બગથળા સહિતના ગામોમાં ચોરીઓને રોકવા એસપીના લોક દરબારમાં આગેવાનો-ઉદ્યોગકારોની રજૂઆત
મોરબી તાલુકાના બગથળા ગામે એસપી ની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની અંદર રહેણાંક મકાનમાં તેમજ કારખાનાઓમાં ચોરીના બનાવો બનતા હોય છે જેથી પોલીસનું પેટ્રોલીંગ વધારવામાં આવે તેવી ગામના આગેવાનો, ઉદ્યોગકારો અને હોદ્દેદારો દ્વારા પોલીસ સમક્ષ રજૂઆત કરવામાં આવે છે
મોરબી જિલ્લામાં સમયાંતરે જુદા જુદા વિસ્તારની અંદર પોલીસ દ્વારા લોક દરબાર નું આયોજન કરવામાં આવતું હોય છે અને તેમાં અરજદારો તરફથી આવતા પ્રશ્નોનો તાત્કાલિક નિકાલ થાય તે પ્રકારની વ્યવસ્થા જિલ્લા પોલીસ વડા દ્વારા કરવામાં આવતી હોય છે તેવી જ રીતે મોરબી તાલુકાના બગથળા ગામે એસપી ની અધ્યક્ષતામાં લોક દરબાર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના સરપંચ સહિતના આગેવાનો, ઉદ્યોગકારો અને ગ્રામજનો હાજર રહ્યા હતા આ ઉપરાંત આસ-પાસના ગામમાંથી પણ ગામના આગેવાનો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા
ત્યારે ગામના લોકો દ્વારા ખાસ કરીને ગામની આસપાસ આવેલા ઔદ્યોગિક એકમોમાં તેમજ રહેણાંક મકાનની અંદર ચોરીના બનાવો બનતા હોય છે જેથી પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી અને ખાસ કરીને હોળી ધૂળેટીના તહેવાર ઉપર પરપ્રાંતિય મજૂરો પોતાના વતનમાં જતો હોય છે ત્યારે ચોરીની ઘટનાઓ બનતી હોય છે જેથી આવા સમયે પોલીસ પેટ્રોલિંગ વધુ સક્રિય કરવામાં આવે તેવી પણ લાગણી ગામના આગેવાનો ઉદ્યોગકારો વ્યકત કરી હતી ત્યારે પોલીસે પણ પેટ્રોલીંગ વધારવાની ખાતરી આપવાની સાથો સાથે જ કોઈ પણ વ્યક્તિની શંકાસ્પદ હિલચાલ લાગે તો તુરંત જ પોલીસનો સંપર્ક કરવા માટે ગ્રામજનોને અનુરોધ કર્યો હતો
