મોરબી, વાંકાનેર, માળીયા અને હળવદ તાલુકામાં દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર પોલસની ધોંસ
મોરબીમાં ઘરમાં બનાવેલ અંડરગ્રાઉન્ડ પાણીના ટાંકામાં ડૂબી જવાથી પરિણીતાનું મોત
SHARE









મોરબીમાં ઘરમાં બનાવેલ અંડરગ્રાઉન્ડ પાણીના ટાંકામાં ડૂબી જવાથી પરિણીતાનું મોત
મોરબીના રવાપર રોડ ઉપર આવેલા ઉમિયા નગર સોસાયટીમાં રહેતી પરિણીતા પોતાના ઘેર અંડરગ્રાઉન્ડ પાણીના ટાંકામાં પડી ગઈ હતી જેથી પાણીમાં ડૂબી જવાથી તેનું મોત નિપજયુ હતું જે બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે
પોલીસે સૂત્રોના જણાવ્યા પ્રમાણે શહેરના રવાપર રોડ ઉપર આવેલ ઉમિયા નગર સોસાયટીમાં રહેતા ચંદ્રિકાબેન રોહિતભાઈ છનીયારા જાતે પટેલ નામની ૩૪ વર્ષીય પરિણીતા તેના ઘેર રહેણાંક મકાનમાં અંડરગ્રાઉન્ડ પાણીના ટાંકામાં પડી ગઈ હતી જેથી પાણીમાં ડૂબી જવાથી ચંદ્રિકાબેન છનિયારાનું મોત નીપજ્યું હતું અને તેની ડેડબોડીને પીએમ માટે સિવિલે ખસેડવામાં આવી હતી આ બનાવની જાણ થતા એ.પી. જાડેજાએ આગળની તપાસ હાથ ધરી છે વધુમાં જાણવા મળતી વિગતો મુજબ મૃતક પરિણીતાને માનસિક બીમારી હોય તેની દવા ચાલુ હતી અને લગ્નગાળો નવ વર્ષનો હતો અને તેને બે સંતાન હોવાનું જાણવા મળેલ છે.
ઝેરી દવા પી લેતા સારવારમાં
ટંકારા ખાતે ઉત્તમભાઈ દુબરીયાની વાડીએ રહીને મજૂરીકામ કરતાં સુનિલ જુવાનસીંગ ડાવર આદિવાસી નામના ૨૨ વર્ષીય યુવાને વાડી નજીક બારનાળ પુલ પાસે ઝેરી દવા પી લેતા તેને અહીં મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકનાં હરેશભાઇ ચાવડાએ પ્રાથમિક તપાસ કરી હતી જેમાં ભૂલથી સુનિલભાઈએ દવા પી લીધી હોવાનું સામે આવ્યું છે અને હાલ મોરબી પોલીસે જાણ કરતાં ટંકારા પોલીસે બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે જ્યારે માળીયા મિયાણા તાલુકાના માણાબા ગામે રહેતા નાનતાબેન જમાભાઈ ભીલ નામની ૨૦ વર્ષીય યુવતીએ સીમ વિસ્તારમાં જીરામાં છાંટવાની દવા કોઈ કારણોસર પી લેતાં તેણીને પણ મોરબી સિવિલએ સારવારમાં લાવવામાં આવી હતી જે અંગે પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.
