મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

વાંકાનેરના વઘાસી ફાટક પાસે દાઝી ગયેલ અજાણ્યો પુરુષનું સારવારમાં મોત


SHARE

















વાંકાનેરના વઘાસી ફાટક પાસે દાઝી ગયેલ અજાણ્યો પુરુષનું સારવારમાં મોત

વાંકાનેરના વઘાસી ફાટક પાસે અજાણ્યો પુરુષ દાઝી ગયેલ હાલતમાં મળી આવ્યો હતો જેથી કરીને તેને એમ્બ્યુલન્સ મારફતે રાજકોટ સારવારમાં ખસેડવામાં આવ્યો હતો જોકે સારવાર કારગત ન નિવડતા તેનું મોત નીપજયું હતું જેથી હાલમાં પોલીસે આ બનાવની નોંધ કરીને મૃતક આધેડની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરના વઘાસીયા ફાટક પાસે અજાણ્યા ૫૦ વર્ષનો પુરુષ ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં મળી આવ્યો હતો જેથી કરીને આ બનાવની વાંકાનેરમાં જાણ કરવામાં આવતા એમ્બ્યુલન્સ મારફતે તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને રાજકોટ તેને લઈને પહોંચ્યા ત્યારે ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો જેથી કરીને અજાણ્યા પુરૂષના મૃત્યુના બનાવની નોંધ કરીને વાંકાનેર સીટી પોલીસે મૃતકની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ કરી છે

બિનવારસી વાહનો મળી આવ્યું

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન સૂત્રોના જણાવ્યા પ્રમાણે વાંકાનેરમાં આવેલ નર્સરી ચોકડી પાસેથી મોટરસાયકલ નંબર જીજે ૩૬ ડી ૭૫૭૫ કિંમત રૂપિયા ૨૦ હજારનું બીન વારસી હાલતમાં મળી આવ્યુ હતુ.જેથી હાલ વાંકાનેર સીટી પોલીસે ઉપરોકત નંબરનું બાઈક જપ્ત કરેલ છે અને જો કોઈને પણ આ અંગે કોઇ જાણ હોય તો વાંકાનેર સીટી પોલીસ સ્ટેશને અથવા તપાસ ચલાવી રહેલા હીરાભાઈ મઠીયાનો સંપર્ક કરવા જણાવવામાં આવેલું છે.

યુવાન સારવારમાં

મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતો અને લાલપર ગામની પાસે ઓટો ગેરેજ ચલાવતો વિપુલ ભવાનભાઈ સોલંકી નામનો ૩૦ વર્ષીય યુવાન તેના લાલપરના ઓટો ગેરેજ ખાતે ભુલથી કોલ્ડડ્રીંક સમજીને કેમીકલ પી જતા તેને સારવાર માટે અહીંની મંગલમ હોસ્પિટલ એ ખસેડવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના ઘુંટુ ગામે રહેતા ધીરૂભાઈ શંકરભાઈ સરવૈયા નામના ૨૬ વર્ષીય યુવાનને લાલપર પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો.




Latest News