મોરબીના લાલપર ગામ પાસે બે બાઇક અથડાતાં એક જ પરિવારના ૪ સહિત ૬ ને ઇજા: મહિલાનું મોત
મોરબી, વાંકાનેર, માળીયા અને હળવદ તાલુકામાં દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર પોલસની ધોંસ
SHARE
મોરબી, વાંકાનેર, માળીયા અને હળવદ તાલુકામાં દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર પોલસની ધોંસ
મોરબી, વાંકાનેર, માળીયા અને હળવદ તાલુકામાં દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર પોલીસે ધોંસ બોલાવી હતી અને જુદીજુદી સાત ભઠ્ઠીઓ ઉપર રેડ કરવાં આવી હતી ત્યારે પોલીસે દેશી દારૂ અને દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો આથો કબ્જે કર્યો હતો
મોરબી તાલુકાના પંચાસર ગામથી થોરાળા જતા રસ્તા ઉપર દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મોરબી તાલુકા પોલીસને મળી હતી જેથી પોલીસે દિલીપસિંહ કેશુભા ઝાલાની વાડીમાં દારૂની રેડ કરી હતી ત્યારે વાડીની અંદર દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાથી કુલ મળીને ૧૦૬૦ લીટર દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો આથો તેમજ અન્ય સાધન સામગ્રી બે બાઇક અને મોબાઈલ ફોન મળીને કુલ ૪૮,૧૨૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી દિલીપસિંહ કેશુભા ઝાલા તેમજ અજાણ્યા બે માણસો કે જે પોલીસને જોઈને નાસી છૂટયા હતા તેને પકડવા માટે તેને પોલીસ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે
મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં બેલાથી ખોખરા હનુમાન જવાના રસ્તા ઉપર સોમનાથ માઈક્રોન સીરામીક પાસે વોકડામાં પોલીસે દેશી દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી ૧૦૦ લીટર દેશી દારૂના જથ્થા સાથે વિજયભાઈ બાબુભાઈ વિજવાડિયા જાતે કોળી (ઉંમર ૨૮) અને સંજયભાઈ હરિભાઈ કોળી (ઉંમર ૨૪) રહે. બંને મોરબી વાળાની બે હજાર રૂપિયાના મુદ્દામાલ સાથે પોલીસે ધરપકડ કરી હતી
મોરબી તાલુકાના કેરાળા ગામની સીમમાં જુના કેરાળા ગામ તરફ જતા વોકડામાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૧૫ લીટર આથો તેમજ અન્ય સાધન સામગ્રી મળીને ૨૧૦૦ રૂપિયાના મુદ્દામાલને પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો અને શક્તિસિંહ જુવાનસિંહ ઝાલા જાતે દરબાર (૨૩) રહે. કેરાળા તેમજ વિનોદભાઈ મૂળજીભાઈ સોલંકી (૫૦) રહે. જુનાદેવડીયા વાળો ત્યાંથી મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી
વાંકાનેર તાલુકાના કાશીપરથી દલડી વચ્ચે આવેલ ઢુંકડી સિમ તરીકે ઓળખાતા વિસ્તારની અંદર દિનેશભાઈ ભવનભાઈ ધોરીયાની વાડીની બાજુમાં બાવળની ઝાડી વચ્ચે દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે રેડ કરતા દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં ૩૦૦ લિટર આથો તેમજ અન્ય સાધન સામગ્રી મળીને કુલ ૯૬૦ રૂપિયાનો મુદ્દામાલ સ્થળ ઉપરથી મળી આવ્યો હતો અને ત્યાથી હાલમાં રૂપાભાઈ સુખાભાઈ ધોરીયા જાતે કોળી (ઉંમર ૨૯) રહે. કાશીપર વાળો મળી આવતા પોલીસે આગળની કાર્યવાહી કરલે છે
હળવદ તાલુકાના નવા સુંદરગઢ ગામે રહેતી નિમુબેન દિનેશભાઈ હમીરપરા જાતે કોળીની વાડીમાં પડતર જગ્યામાં દેશી દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરતાં સ્થળ ઉપરથી ૨૫૦ લીટર દેશીદારૂ બનાવવા માટે વપરાતો આથો મળી આવ્યો હતો જેથી પોલીસે ૫૦૦ રૂપિયાની કિંમતનો દેશી દારૂનો આથો કબજે કર્યો હતો અને મહિલા આરોપી હાજર ન હોય તેને પકડવા માટે તજવીજ શરૂ કરે છે
માળિયામાં આકડીયા વાંઢ પાસે દેશી દારૂની ભઠ્ઠી બાવળની કાંટમાં ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો કુલ મળીને ૬૫ લીટર આથો તેમજ પાંચ લીટર દેશીદારૂ અને અન્ય સાધન સામગ્રી મળીને કુલ ૨૭૦ રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો અને આરોપી હૈદરભાઈ કાદરભાઈ સામતાણી રહે. માળિયા વાળા હાજર ન હોય તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી હતી
વાંકાનેરના પંચાસર રોડ ઉપર નવાપરા હનુમાન મંદિર પાસે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે ત્રણ લિટર દારૂ અને ૧૦ લીટર દેશીદારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા આથો અને અન્ય સાધન સામગ્રી મળી આવતા પોલીસે ૧૮૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ દેશી દારૂની ભઠ્ઠી રાજેશભાઈ ખેંગારભાઈ બાવરીયા જાતે કોળીની હોવાનું સામે આવતા તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરે છે
એક બોટલ દારૂ
મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં કારખાના પાસેથી પસાર થઇ રહેલ યુવાનને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી માટે પોલીસે ૩૭૫ રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબજે કરી દિનેશભાઈ રાણાભાઈ સોલંકી (ઉંમર ૨૨) રહે. લાલપર વાળાની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી









