મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં સખી-વન સ્ટોપ સેન્ટર દ્વારા ૨૯૧ પીડિત મહિલાઓને સધિયારો મળ્યો


SHARE









મોરબીમાં સખી-વન સ્ટોપ સેન્ટર દ્વારા ૨૯૧ પીડિત મહિલાઓને સધિયારો મળ્યો

મોરબી ગત તારીખ ૦૧-૦૩-૨૦૧૯ ના રોજ પીડિત મહિલાઓ માટે સખી- વન સ્ટૉપ સેન્ટર  હંટર ટ્રેનિંગ કોલેજ, વી.સી. ફાટક પાસે શરુ કરવામાં આવ્યુ છે. મહિલાઓની તમામ સમસ્યાઓના સમાધાન માટે ભારત સરકાર પુરસ્કૃત, મહિલા અને બાળ - વિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા આ વન સ્ટૉપ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અને તેનુ સંચાલન માધવી જન કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યુ છે.

આ સેન્ટર મહિલાઓ માટે ૨૪ કલાક ખુલ્લુ રહે છે, જેથી આ સેન્ટર હિંસાથી પીડિત મહિલાઓ માટે ઉપયોગી પુરવાર થયેલ છે. એપ્રિલ-૨૦૨૧ થી ફેબ્રુઆરી-૨૦૨૨ દરમિયાન સખી-વન સ્ટોપ સેન્ટર ખાતે ૨૯૦ જેટલા સમસ્યાઓના કેસો આવેલ હતા, જેમા સગીર વયથી માંડીને વયોવૃદ્ધ સુધીના પીડિતાના કેસો નોંધાયા છે. અલગ-અલગ રાજ્યની મહિલાઓ/યુવતીઓ મોરબી આવી પહોંચેલ તેને અહીં સખી – વન સ્ટૉપ સેન્ટર પર લાવવામાં આવે છે અને તેણીઓનું કાઉન્સેલીંગ કરીને તેઓને પરીવારજનો સાથે આ સેન્ટર મારફતે સુખદ મિલન કરાવવામાં આવ્યું છે. સખી વન સ્ટોપ સેન્ટર મોરબીની વાત કરીએ તો ૧૮૧ મહિલા હેલ્પ લાઈન મારફતે ૯૯ કેસો, પોલીસ સ્ટેશન મારફતે ૩૧ કેસો, અન્ય સસ્થા દ્વારા ૦૧ કેસ તેમજ ૧૬૦ કેસમાં પીડિતાઓએ સીધા જ સેન્ટરનો સંપર્ક કરીને મદદ મેળવી છે.

આ સેન્ટર ખાતે હિંસાથી પીડિત મહિલાઓની કાયદાકીય, તબીબી સહાય, પોલીસ સહાય, કાઉન્સેલીંગ, માર્ગદર્શન તેમજ આશ્રય આપવામાં આવે છે. આ સખી-વન સ્ટોપ સેન્ટર મહિલા અને બાળ અધિકારીશ્રી ઈઝાઝ આઈ. મન્સુરીના માર્ગદર્શન હેઠળ સ્ટાફની ટીમ ૨૪x૭ કલાક કાર્યરત છે. એપ્રિલ-૨૦૨૧ થી ફેબ્રુઆરી-૨૦૨૨ સુધીમાં કુલ ૧૫૫ જેટલા યુવતી/મહિલાઓને (બાળકો) સાથે આશ્રય આપવામાં આવ્યો હતો. જેમાં યુવતી/મહિલાઓનુ કાઉન્સેલીંગ કરીને સમાધાન કરાવી તેણીના પરિવારજનોને સોંપવામાં આવેલ હતા.




Latest News