મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા પ્રબુદ્ધ નાગરિકો માટે ધ  કાશ્મીર ફાઇલ નો ખાસ શો યોજાયો


SHARE









મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા પ્રબુદ્ધ નાગરિકો માટે ધ  કાશ્મીર ફાઇલ નો ખાસ શો યોજાયો

કાશ્મીરી પંડિતો ઉપરના અમાનુષી અત્યાચારની સત્ય ઘટના પર આધારિત ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ તાજેતરમાં જ રિલીઝ થઈ છે. ત્યારે આ ફિલ્મ મોરબીના પ્રબુદ્ધ નાગરિકો નિહાળી શકે તે માટે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સ્કાઈ મોલ ખાતે ખાસ શોનું અયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લા ભાજપના મહિલા મોરચાના અગ્રણી મંજુલાબેન દેત્રોજા તથા તેમની ટીમ, આરએસએસ સંચાલીત વિદ્યાભરતી સંસ્થા શિશુમંદિરના ૯૦ શિક્ષણ ગણ, ટ્રસ્ટી, વ્યવસ્થાપકો જ્યંતીભાઈ રાજકોટિયા, ડો.ગઢિયા, ડો.લતાબહેન ગઢિયા, ડો.ચિરાગભાઈ આઘારા, ક્લોક એશો.ના પ્રમુખ શશાંકભાઈ દંગી,મોરબી પ્રેસ એસોસિએશનના પ્રમુખ અતુલભાઈ જોશી તથા તમામ પત્રકારો અને શિક્ષકસંઘના પ્રમુખ દિનેશભાઇ વડાસોલા સહિતના બુદ્ધિજીવીઓ હાજર રહ્યા હતા અને કાશ્મીરી પંડિતોની દર્દનાક દાસ્તાનને સાક્ષાત્કાર કરાવતી આ ફિલ્મ જોઈ હતી. તો દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, કાશ્મીરમાં પંડિતો ઉપર પાકિસ્તાન પ્રેરિત આતંકીઓએ રાક્ષસોને પણ તેવો અમાનુષી અત્યાચાર કર્યો હતો અને મોટાપાયે હિંસા આચરવામાં આવી હતી. પરિણામે અનેક કાશ્મીરી પંડિતો શહીદ થયા હતા અને ઘણા હિજરત કરવા મજુબર બન્યા હતા. જે માત્ર ફિલમમાં જોઈને પણ શરીરમાંથી કંપારી છૂટી જાય છે તો પછી જેને તેનો સામનો કરવો પડ્યો હતો તેની સ્થિતિ શું થઈ હશે તેના વિચાર કે કલ્પના કરવી પણ અશક્ય છે




Latest News