મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો ! હળવદ તાલુકાનાં જુના માલણીયાદ ગામે પાંચ લોકોનું રેસક્યું: કેટલાક ગામોમાં વરસાદી પાણી ભરાયા મોરબીમાં ઝુંપડાઓમાં રહેતા પરિવારના બાળકો-મહિલાઓ માટે પોલીસે નાસ્તો-ભોજનની વ્યવસ્થા કરી
Breaking news
Morbi Today

આરોગ્યની સલામતી સાથે આયુર્વેદિક અને હર્બલ રંગોથી મોરબીમાં ધૂળેટી રમવા લોકો સજ્જ


SHARE







આરોગ્યની સલામતી સાથે આયુર્વેદિક અને હર્બલ રંગોથી મોરબીમાં ધૂળેટી રમવા લોકો સજ્જ

હોળી ધુળેટીના પવિત્ર તહેવારની ઉજવણી કરવા માટે આબાલ વૃદ્ધ સહુ કોઈ આ તહેવારની રાહ જોતાં હોય છે અને ધૂળેટીના દિવસે એકમેકને પોતાના રંગમાં રંગતા હોય છે ત્યારે આગામી ધૂળેટીને લઈને મોરબીમાં લોકો પોતાના અને અન્યના સ્વાસ્થ્યને લઈને જાગૃત થયા છે અને કેમિકલયુક્ત રંગોથી ધૂળેટી રમવાના બદલે આયુર્વેદિક અને હર્બલ રંગોથી ધૂળેટી રમવાનું નક્કી કર્યું છે જેથી કરીને વેપારીઓ પાસેથી હાલમાં લોકો દ્વારા આયુર્વેદિક અને હર્બલ રંગોની ખરીદી કરવામાં આવી રહી છે

ફાગણ સુદ પૂનમ એટલે હોળીનો દિવસ હોળીનું દહન અને પવિત્રતાથી ભરેલા આ તહેવારનો બીજો દિવસ એટલે ધૂળેટી કે જેની સમગ્ર દેશની લોકો દ્વારા ઉજવણી કરવામાં આવે છે ત્યારે રંગોના આ તહેવારની મોરબીવાસીઓ પણ હર્ષોલ્લાસ સાથે દર વર્ષે ઉજવણી કરે છે જો કે, છેલ્લા બે વર્ષથી કોરોનાના લીધે રંગોના તહેવારની ઉજવણી ફિકિ પડી ગઈ હતી અને આ વર્ષે આબાલ વૃદ્ધ સહિતના સહુ કોઈ એકમેકને પોતાના રંગમાં રંગવા માટે થનગની રહ્યા છે જો કે, કેટલાક વર્ષોથી ધુળેટીના તહેવાર પર કેસુડા, અબીલ-ગુલાલની જગ્યાએ કેમિકલયુક્ત હાનીકારક રંગો અને મટોડી લઇને લોકો ધૂળેટીએ રંગે રમે છે પછી માણસોને ચામડીમાં બળતર, વાળમાં નુકશાન, આંખોને નુકશાન અને અન્ય શરરિક તકલીફો થાય છે

આટલું જ નહીં આવા રંગો માનવી ઉપરાંત પશુ પક્ષીઓ, વૃક્ષો અને સમગ્ર વાતાવરણને નુકશાન પહોચાડે છે જેની અસર ધૂળેટી પછી પણ ઘણા દિવસો સુધી રહે છે જેથી આ નુકશાનીથી બચવા અને ધૂળેટીનો તહેવાર રંગોથી જ મનાવવા માટે હવે લોકો જાગૃત બન્યા છે અને આયુર્વેદિક અને હર્બલ રંગોથી ધૂળેટી રમવાનું નક્કી કરતાં જોવા મળે છે અને વેપારીઓ પાસે લોકો દ્વારા આયુર્વેદિક અને હર્બલ રંગો માંગવામાં આવે છે ત્યારે મોરબીમાં આવેલ રિધ્ધિ સિઝન સ્ટોર વાળા દીપકભાઈ પોપટ સાથે વાત કેટ તેમણે કહ્યું હતું કે, કોરોનાના બે વર્ષ દરમ્યાન લોકો ધૂળેટી રમી શક્યા ન હતા જેથી કરીને આ વર્ષે મન ભરીને ધૂળેટી લોકો રમવાના છે અને ખાસ કરીને લોકોના આરોગ્યને નુકશાન ન થાય તે માટે મોરબીના વેપારીઓ પણ હવે કેમિકલયુક્ત અને મટોડીના રંગોનું મોરબીમાં વેચાણ કરતાં નથી આ વર્ષે આયુર્વેદિક અને હર્બલ રંગોના ભાવમાં સરેરાશ ૧૫ થી ૨૦ ટકાનો વધારો આવેલ છે તો પણ માર્કેટ શરૂ છે






Latest News